અલ્પેશના આગણા પાસે જ તૂટ્યું મંદિર, ન લીધો કોઈ રસ આખરે કેમ…?   

Spread the love

શહેરના રાણીપ વિસ્તારમાં પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલું જય ગોગા મહારાજનું મંદિર બે મહિના પહેલાં તોડી પાડવામાં આવ્યું હતું. જોકે હવે મંદિરની સેવા ચાકરી કરનારા લોકો આ મંદિરને પુનઃસ્થાપિત કરવા સોમવારે કોંગ્રેસ ભવન ઉપર રજૂઆતો કરવા પહોંચ્યા હતા. આ રજૂઆત કરનારા એવી હૈયાવરાળ ઠાલવી રહ્યા છે કે, સવારે ૧૧ વાગ્યે મંદિર તોડવા જ્યારે કોર્પોરેશનની ટીમ આવી હતી ત્યારે તેઓ નજીકમાં જ આવેલા ભાજપના નેતા અલ્પેશ ઠાકોરના ઘરે દોડયા હતા. જોકે અલ્પેશ ઠાકોરે ૩૦ વર્ષ જૂના મંદિરને તૂટતું રોકવા માટે કોઈ તસ્દી લીધી નહોતી, ઉલટાનું અલ્પેશ તરફથી એવો જવાબ મળ્યો હતો કે, અત્યારે સાહેબ ન્હાવા બેઠા છે અને એ પછી જ્યારે મંદિર તૂટી ગયું ત્યારે મોડે મોડે બપોરે ત્રણ વાગ્યે અલ્પેશ માત્ર દિલાસો આપવા ખાતર ફરક્યો હતો.

રાણીપ શંકરનગર સોસાયટી પાસે મંદિર તોડી પડાયું છે, અત્યારે ત્યાં દેરી છે. અલબત્ત, મંદિરમાં સેવા ચાકરી કરનારા માનસિંહ ઠાકોર સોમવારે બપોરે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને મંદિરનું પુનઃસ્થાપન થાય તે માટે પોતાને મદદ કરો તેવી અરજ કરી હતી. મંદિરની સેવા ચાકરી કરનારા પોતાની હૈયાવરાળ ઠાલવી રહ્યા હતા ત્યારે ભાજપના અલ્પેશ ઠાકોર વિરુદ્ધ રજૂઆતો કરી હતી. આ રજૂઆતોનો દોર પત્યો એ પછી કોંગ્રેસના કાર્યકરોએ એવો સૂર પુરાવ્યો હતો કે, અલ્પેશ ઠાકોર હવે તો ભાજપમાં છે અને ભાજપની વિચારધારા કટ્ટર હિન્દુત્ત્વની છે છતાં અલ્પેશનું આ મામલે કેમ ભાજપમાં કંઈ ઉપજતું નથી? કોંગ્રેસમાં દબદબો હતો. તો અત્યારે શું ભાજપમાં મીંદડી જેવી દશા થઈ છે? અલ્પેશ પોતાના ઘરની નજીકના મંદિર માટે ન્યાય અપાવી શકતો નથી? રાણીપના સ્થાનિકોને રજૂઆતોને ધરાર અવગણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com