ગાંધીનગર જિલ્લા પોલીસે ભારે સખ્તાઇ દેખાડીને દારૂ જુગારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવી દીધો હોવા છતાં બુટલેગરો દારૂની હેરાફેરી કરવાનું છોડતા જ નથી .
સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાંધેજા ચોકડી પર થી મહેન્દ્રા એસ.યુ.વી . કારને પેથાપુર પોલીસે રોકી તપાસ કરતાં ગાડી સહિત ૬ લાખ ૩૮ હજાર નો મુદ્દામાલ કબજે કર્યો હતો ઝડપાયેલ કાર નં.જી.જે.૦૧.આર,વાય.૯૩૫૩ નંબર હતો તેમાંથી (૧) સુરેન્દ્રસિંહ ઉમેદસિંહ રાઠોડ,ઉ.વ.૩૬ રહે. રાજસ્થાનના શિરોહી તાલુકાના ચનાર ગામ ના તથા કાંતિલાલ હરાજી ગરાસીયા( ઉ.વ.૨૦ રહે આબુરોડ તા.ગામ ઉમન્ડી )ને ઝડપી લેવાયા હતા.
તેઓની ઊંડી તપાસ હાથ ધરતાં તેઓએ પોલીસની આંખમાં ધૂળ નાખવા ગાડીનો નંબર પ્લેટ ખોટી લગાવી હતી તેઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
જ્યારે અને એક કિસ્સામાં ગાંધીનગર નજીકના પેથાપુરમાં બુટલેગર પોતાના મકાનમાં આવેલ ખુલ્લી જગ્યામાં સિમેન્ટ ની ટાંકી માંથી બે પેઢી તથા ૭ નંગ દારૂની બોટલ મળી આવેલ હતી આ બાબતે પોલીસે ધર્મેન્દ્રસિંહ ઝાલા( ઉ.વ.૨૨ ) ના જૈન દેરાસર ની બાજુમાં આવેલા રહેણાંક માંથી ઝડપી લીધી હતી વધુ આગવી ઢબે પૂછપરછ કરતા તેણે કબૂલ્યું હતું કે આ દારૂનો જથ્થો તેને પેથાપુર જી.ઇ.બી ક્વાર્ટરમાં રહેતા અજય પટેલે આપેલ હતો આથી પોલીસે રૂ ૧૧,૦૪૦) કિંમતનો તમામ મુદ્દામાલ જપ્ત કરી બન્ને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલ છે.આમ જિલ્લા પોલીસ વડાની સખ્તાઇ હોવા છતાં બુટલેગરો દારૂની હેરાફેરી કરવાનું છોડતા જ નથી.