વર્તમાન સમયમાં મોબાઈલધારક તેમજ કમ્પ્યૂટરનો ઉપયોગ કરતા લોકો વાઈફાઈ સેવાથી પરિચિત છે. વાઈફાઈ સેવા એ એક લેટેસ્ટ ટેક્નોલોજી છે, જેની મદદથી સરળતાથી મોબાઈલ કે કમ્પ્યૂટરમાં ઈન્ટરનેટની સુવિધા મેળવી શકાય છે. વાઈફાઈનું આખું નામ વાયરલેસ ફિડેલિટી છે. વાઈફાઈ આવ્યા પહેલાં કમ્પ્યૂટરમાં ઈન્ટરનેટ શરૂ કરવા માટે કેબલનો ઉપયોગ કરવામાં આવતો હતો. હાલ પણ ઘણી જગ્યાએ કેબલ બ્રોડકાસ્ટ સેવાનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે હવે વાઈફાઈ આવી જવાથી તેનો વપરાશ ઓછો થયો છે. વાઈફાઈ એક કેબલરહિત ઈન્ટરનેટ સેવા છે. તેની મદદથી મોબાઈલ કે કમ્પ્યૂટરમાં ઈન્ટરનેટ ચલાવી શકાય છે.