અમદાવાદ
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા સભ્ય નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ સભ્ય નોંધણીને આધારે સંગઠનની ચૂંટણી યોજાશે. આ મેમ્બરશીપ ડ્રાઈવનો લક્ષ્ય માત્ર સંગઠનની ચૂંટણી પુરતો નથી પરંતુ આવનારી વિધાનસભાની ચૂંટણી મુખ્ય લક્ષ્ય રહેશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે સભ્યપદ નોંધણી અભિયાનને અનુલક્ષીને એક મહત્વની બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, એ.આઈ.સી.સી. દ્વારા મેમ્બરશીપ અભિયાનના ઈન્ચાર્જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અમિત ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ તથા એ.આઈ.સી.સી. દ્વારા મેમ્બરશીપ અભિયાનના પી.આર.ઓ. શ્રી શોભા ઓઝા, એ.પી.આર.ઓ શ્રી વીપીન શર્મા, શકીર સનાહીજીની ઉપસ્થિતિમાં રાખવામાં આવેલ હતી. જેમાં શહેર – જીલ્લા – તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, ફ્રન્ટલ સેલ ડીપાર્ટમેન્ટના ચેરમેન તથા વિધાનસભા પ્રભારીઓએ ભાગ લીધો હતો.
આ બેઠકમાં ડેટા એનાલીટીક્સ ડીપાર્ટમેન્ટના નેશનલ કો-ઓર્ડીનેટરશ્રી મેહુલભાઈ પટેલ, વરિષ્ઠ આગેવાનશ્રી બાલુભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ શ્રીમતિ ગેનીબેન ઠાકોર, શ્રી ગુલાબસિંહ રાજપુત, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રભારીશ્રીમતિ શોભનાબેન શાહ, ગુજરાત યુવક કોંગ્રેસના પ્રમુખશ્રી વિશ્વનાથસિંહ વાઘેલા, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રીમતિ ગાયત્રીબા વાઘેલા એ ભાગ લઈને સભ્યપદ નોંધણી અભિયાનને સફળ બનાવવાની જવાબદારી સ્વિકારી હતી. આ સમગ્ર બેઠકનું સંચાલન શ્રી જેનીબેન ઠુમ્મરે કર્યું હતું.