ચિંતન શિબિર અને આવનારી ચૂંટણીને કોઈ નિસ્બત નથી : રાઘવજી પટેલ
અમદાવાદ
સહકાર ખાતાની ચિંતન શિબિર તા.૯ અને ૧૦ સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (સ્પીપા) અમદાવાદ ખાતે આયોજીત કરવામાં આવી છે.મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સહકાર વિભાગના ઉચ્ચ અધિકારીઓની દ્વિદિવસીય ચિંતન શિબિરના શુભારંભ અવસરે વીડિયો કોન્ફરન્સ થી સંબોધન કરતા જણાવ્યું છે કે, ચિંતન શિબિરના માધ્યમથી સામૂહિક ચિંતન અને મનનનું જે નવનિત નીકળે તે લોકહિતકારી અને ગુડ ગવર્નન્સ સુશાસનની સાચી દિશા છે.સહકારી ક્ષેત્રે રિ ડિફાઇન, રિ ઇવેન્ટ અને રિ ફોર્મની પ્રધાનમંત્રીશ્રીની સંકલ્પના સાકાર કરવા ગુજરાતનો સહકાર વિભાગ સજ્જ છે.મુખ્ય મંત્રીએ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રથમવાર કેન્દ્ર સરકારમાં સહકાર વિભાગ રચવામાં આવ્યો છે. તેની ભૂમિકા પણ આપી હતી. તેમણે ઉમેર્યું કે, દેશના પ્રથમ સહકાર મંત્રી પણ ગુજરાતના પુત્ર અમિત શાહ છે ત્યારે રાજ્યનો સહકાર વિભાગ કેન્દ્ર સાથે સંકલન સાધી સહકાર ક્ષેત્રનું આગવું મોડેલ દેશમાં બનશે. મુખ્ય મંત્રીએ સહકાર વિભાગના વેબપોર્ટલનું લોન્ચીંગ પણ કર્યું હતું.
સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, રાજ્ય મંત્રી મુકેશ પટેલ અને જિતુભાઇ ચૌધરી પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે સહકાર ખાતાના અધિકારીઓની 10 ટીમ બનાવી સહકારી કાયદા-કાનુનમાં પ્રવર્તમાન સંજોગોને અનુરૂપ સુધારા, પ્રાકૃતિક ખેત ઉત્પન્નના વેચાણની બજાર વ્યવસ્થા, ઉત્પાદનના ભવિષ્યના પડકારો, દૂધ પ્રવૃત્ત, હાઉસીંગ મંડળીઓના ટ્રાન્સફર ફી ના પ્રશ્નો, અન્ય રાજ્યોની નમૂનેદાર સહકારી પ્રવૃત્તી યુવાનો અને મહીલાઓને સહકારી પ્રવૃત્તીમાં વધુમાં વધુ જોડવા અસરકારક ઓડીટ, શાહુકારો દ્વારા ધીરધારની પ્રવૃત્તી, ખાંડ અને મત્સ્યોદ્યોગ સહકારી મંડળી તેમજ ખેત ઉત્પન્ન બજાર સમિતિઓ (એ.પી.એમ.સી.) નો વિકાસ જેવા કુલ 20 વિષય ઉપર ચર્ચા કરશે.
૮૦ હજાર જેટલી મંડળીઓ ઈ પોર્ટલની કામગીરી પોતાના ઓડિટ રિપોર્ટથી જોડાશે.ડાંગ જિલ્લાને પ્રાકૃતિક ખેતી તરીકે ગુજરાતના પ્રથમ જિલ્લા તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે ત્યારે પ્રાકૃતિક ખેતી કેવી રીતે વધે અને આગામી દિવસોમાં ખેડૂતોની આવક કેવી રીતે બમણી થાય તે તરફ ધ્યેય છે.નરેન્દ્ર મોદીએ કર્મયોગી શિબિર નામ આપ્યું હતું.ફરી આ શિબિર ચાલુ કરવા બદલ જગદીશભાઈ ને અભિનંદન આપુ છું તેવું રાઘવજી પટેલે જણાવ્યું હતું .
તેમને એક પ્રશ્ન ના જવાબમાં જણાવ્યું કે ચિંતન શિબિર અને આવનારી ચૂંટણીને કોઈ નિસ્બત નથી. આ શિબિરમાં સુધારા વધારા અને ત્રુટીઓની સમીક્ષા કરી સહકારી સંસ્થાઓ રાજયમાં કેવી રીતે વધુ ડેવલપ થાય અને ગુજરાતની જનતાને કેવી રીતે વધુમાં વધુ લાભ મળી રહે તે અમારો ધ્યેય છે .
મુકેશ પટેલે જણાવ્યું હતું કે એક હજાર જેટલી સુગર મિલો કાર્યરત છે જેમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ છે. એમએસપી આવ્યા પછી સુગરમાં ભાવ મળતા થયા છે.નવી સુગર મિલો ને આગામી દિવસોમાં પ્રોત્સાહન મળશે.મકાઈ અને ચોખામાંથી ઈથોલોન બનાવવાની નવી પ્રવૃત્તિ આવી રહી છે .ખેડૂતોની આવક બમણી કરવા માટે ઉપયોગી રહેશે. આ શિબિર દરમ્યાન આર.એસ.સોઢી, મેનેજીંગ ડિરેક્ટરશ્રી ગુજરાત રાજ્ય મિલ્ક માર્કેટીંગ ફેડરેશન, આણંદ અને એચ.એસ.શૈલેન્દ્ર, પ્રોફેસરશ્રી ઈરમાં દ્વારા તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહી સહકારી પ્રવૃત્તીની વર્તમાન પરિસ્થિતી, ભવિષ્યના પડકારો અને ભવિષ્યના આયોજન બાબતે માર્ગદર્શન આપનાર છે.આ પ્રસંગે સચિવ સહકાર, નલિન ઉપાધ્યાય (આઈ.એ.એસ.) તથા દિનેશ પટેલ, સહકાર કમિશ્નર (આઈ.એ.એસ.) ઉપસ્થિત રહી ચિંતન શિબિરનું સંકલન, માર્ગદર્શન અને પ્રેરણા પુરી પાડનાર છે. વિવિધ 10 ગ્રુપ દ્વારા કુલ-20 વિષયી પરના પ્રેઝન્ટેશનનું મૂલ્યાંકન કરી જરૂરી વિચારો રજૂ કરનાર છે.