ગુજરાતમાં આજરોજ પંડિત દિન દયાળ ઉપાધ્યાયજી” ની પુણ્યતિથિ નિમિત્તે દરેક વોર્ડમાં, તાલુકા, શહેરમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે લાખો નહીં પણ કરોડોની ગ્રાન્ટો મેળવતી મનપા સાફ સફાઈના નામે મીંડું હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે ભાજપના શહેર પ્રમુખ રુચિર ભટ્ટ દ્વારા પ્રદેશ કક્ષાએથી સુચના મળતા તંત્રને સૂચના આપવા છતાં કામગીરીમાં તંત્ર ઠપ્પ છે. ત્યારે ભાજપના નગરસેવક એવા શૈલાબેન ત્રિવેદી, રાજુ પટેલ, ડોક્ટર સંકેત પંચાસરા, કાર્યકરો હાજર રહ્યા હતા. ત્યારે સાફ-સફાઈ નો અભાવ ગેઇટ પાસે તાળુ હોવાથી કાર્યકરો પેન્ટ પહેરેલા કુદીને અંદર પ્રવેશ મેળવેપણ સાડી પહેરનારી મહિલા ને ભારે તકલીફ પડી હતી,
મનપા દ્વારા કરોડોની ગ્રાન્ટ તો તથા સાફ સફાઈના નામે મીંડુ હોય તેમ પંડિત દિનદયાલજીના સ્ટેચ્યુ ઉપર માટી જામેલી હતી, બગીચામાં પણ માટી અને સાફ-સફાઈનું અભાવ હતો, ત્યારે ફોન ઉપર સરલાબેન ત્રિવેદી તથા સુનિલ ત્રિવેદી દ્વારા કમિશનરને આ સંદર્ભેફરિયાદ કરવામાં આવી હતી, ત્યારે શહેર પ્રમુખ રુચિરભાઈ હવે કડક બનો અને તંત્રને ઢમ ઢોરો…