બેકારીનો ગ્રાફ સડ સડાટ ઉંચો જઈ રહ્યો છે, ૨૫ લાખ બેકારોની મશકરી, વહીવટ બાદ પરીક્ષા ઃ જગદીશ ઠાકોર

Spread the love

ગુજરાતમાં ભરતી કૌભાંડ બાદ અનેક સમસ્યાઓ આવી રહી છે. ત્યારે ક્લાસીસો તે તડાકો પડી ગયો છે. ગુજરાતના મોટાભાગના નવયુવાનો સરકારી નોકરી મેળવવા GJ-18 ખાતે પડાવ નાખીને અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે બહુ ગાજેલી એવી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ભરતી પરીક્ષા લેવામાં આવે છે, તેમાં લાખો યુવાનો એ પરીક્ષાની તડામાર તૈયારી કરેલ હોવા છતાં હવે આ પરીક્ષા પાછી ફેલાતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ફાયરબ્રાન્ડ મુદ્દામાં સત્તાધારી પક્ષની ઝાટકણી કાઢી છે. ત્યારે આગામી રવિવારે યોજનારી બિનસચિવાલયની પરીક્ષા વહીવટી કારણોસર મોકૂફ રાખવાનો ર્નિણય લેવાયો છે.સરકારના આ ર્નિણયની પરીક્ષાર્થીઓ સાથે જ વિરોધ પક્ષ પણ ટીકા કરી રહ્યો છે. ત્રીજી વખત બિનસચિવાલયની પરીક્ષા રદ્દ કરવા અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે સરકારને આડેહાથ લીધી છે.
જગદીશ ઠાકોરે જણાવ્યું કે, આ પરીક્ષાઓની તારીખ ૪ વર્ષ પહેલાં નક્કી કરવામાં આવી હતી. સૌ પ્રથમ લાયકાતમાં ફેરફાર કરવામાં આવતા પરીક્ષા રદ્દ થઈ હતી. જે બાદ બીજી વખત પરીક્ષાનું પેપર ફૂટતા પરીક્ષા રદ્દ કરીને સમય લંબાવાયો હતો. હવે ત્રીજી વખત પણ પરીક્ષાનો સમય વહીવટી કારણો આગળ ધરીને લંબાવી દેવામાં આવ્યો છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલના નિવેદનને ટાંકતા જણાવ્યું કે, એક વખત પાટીલે કહ્યું હતું ભાજપના કાર્યકરોનો નોકરી આપવામાં આવે. તેમના આ નિવેદનને પરીક્ષા રદ્દ થવા સાથે જાેડી શકાય. આવનારા સમયમાં નોકરી મેળવવી હોય તો કોંગ્રેસ છોડો, તેવા સોદા કરવામાં આવશે. ગુજરાતના બેરોજગાર યુવાનો આજે રાજ્ય છોડી રહ્યા છે.એક તરફ ગૌણ સેવા પસંદગી મંડળનો વિભાગ કહી રહ્યો છે કે, વહીવટી કારણોસર પરીક્ષા રદ્દ કરવામાં આવી. બીજી તરફ સોશિયલ મીડિયા પર ચાલી રહ્યું છે કે, વહીવટ થાય પછી જ પરીક્ષા લેવાશે. હવે આ પરીક્ષાના પરિણામો ચૂંટણીના ૨ મહિના પહેલા જ લેવાશે. જેથી ચૂંટણી સમયે ભાજપ સરકારી ભરતીના ગુણાગાન ગાઈ શકે.
ગુજરાતમાં પહેલા સરકારી નોકરી માટે ૨૫ લાખ ફોર્મ ભરવામાં આવી રહ્યા હતા. હવે સરકારી નોકરી માટે ૧૨ લાખ જેટલા ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. રાજ્યના યુવાનોને ભાજપ સરકાર પરથી ભરોસો ઉઠી ગયો છે. ગુજરાત સરકારની પોતાના પક્ષના કાર્યકર્તાઓને સાચવવાની નીતિ અને પોતાના રાજકીય રોટલા શેકવાની નીતિના કારણે રાજ્યના લાખો યુવાનો બેરોજગાર બન્યા છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર જણાવ્યું કે, ૨૪ કલાક ઉપવાસ આંદોલન કરવા માટેની મંજૂરી માગવા માટે રાજ્ય સરકારને પત્ર લખવામાં આવશે. આ સાથે ગુજરાત રાજ્યના બેરોજગાર યુવાનોને ગાંધીનગર આવવાની તેમજ તેમના પર કોઈ પણ પ્રકારની ધરપકડ કે હેરાનગતિ કરવામાં ન આવે તેવી પણ મંજૂરી લેવામાં આવશે. જાે આ સમયે રાજ્યના યુવાનો વધારે આવશે, તો રાજ્ય સરકારે જવાબ આપવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com