GJ-18 મહાનગરપાલિકા ભાજપની ૪૧ સાથે ઝળહળતો વિજય મળ્યો છે. ત્યારે ચૂંટણી ખર્ચમાં જે ખર્ચ કર્યો હોય તે તમામ રજૂ કરવો પડે છે.ત્યારે મનપામાં ભાજપના ૪૧ ઉમેદવારો જે ચૂંટાયા છે, તેમાં તમામે તમામનો ખર્ચ ૧,૩૩,૩૫૦ એક સરખો થયો છે ,અહો આશ્ચર્યમ…..,આ લે..લે…આવું હોય ખરું ? ત્યારે મહાનગર પાલિકાનું ભોપાળું બહાર આવ્યું તેવી પ્રજામાં ચર્ચા જગાવી છે. ત્યારે એફિડેવિટ થી લઈને ચાની કીટલી, ડીજે સાઉન્ડ, મંડપ થી લઈને અન્ય ખર્ચો ઓ મા બધાનો આંકડો ઠોકી બેસાડવામાં આવ્યો હોય તેમ હઇશો હઇશો કરી દીધું છે. ત્યારે ૪૧ ઉમેદવારોએ એકસરખી જ મોડસ ઓપરેન્ડી અપનાવી છે. ત્યારે એવું લાગે છે કે આ બધા ના ખર્ચા સાથે પર્ચા તૈયાર કરનારા પણ એક જ પોપટિયા હોય તો ફોર્મ ભરનાર અને કર્તા, હર્તા, ભર્તા એક જ લાગે છે.
ત્યારે ક્લાર્ક ભરતી થી લઈને વિજ ભરતીમાં પેપર ફૂટયાં થી લઈને લોકો પાસ થયા હતા ,ત્યારે અહીંયા તમામ નો એક સરખો ખર્ચ નુ પેપર લીક એક જ રકમ હોય તો આશ્ચર્ય પમાડે તેવું છે.