મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક આવ્યો છે અને આ વળાંકે સૌને ચોંકાવી દીધાં છે. આજે દેવેન્દ્ર ફડણવીસએ બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા. અજિત પવારે નાયબ મુખ્યમંત્રી પદ ના શપથ લીધા. મહારાષ્ટ્રમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવી દેવામાં આવ્યું છે.
શિવસેનાને પ્રજા સાથે દગો કરવા ભારે પડ્યો છે. મહારાષ્ટ્ર માં સત્તા માટે ચાલી રહેલી ખેંચતાંની વચ્ચે આજે વહેલી સવારે ભાજપે NCPના ટેકાથી સરકાર બનાવી નાખી છે. રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસને ફરીવાર મુખ્યપ્રધાન તરીકે કમાન સોંપવામાં આવી છે. શરદ પવારના ભત્રીજા અજિત પવારને નાયબ મુખ્યપ્રધાનનું પદ સોંપવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામ બાદ નવી સરકારના ગઠનનું ચિત્ર સ્પષ્ટ થતું નહોતું તે વચ્ચે મહારાષ્ટ્રના ઈતિહાસમાં શરદ પવાર કિંગમેકર સાબિત થયાં. કારણ કે, એક તરફ જ્યારે શરદ પવાર શિવસેના-કોંગ્રેસ સાથે વાત કરી રહ્યાં હતા ત્યાં બીજી તરફ અજિત પવાર દેવેન્દ્ર ફડણવીસ સાથે વાત કરી રહ્યાં હતા અને એક જ રાતમાં મહારાષ્ટ્રમાં સત્તાનું સમીકરણ બદલાય ગયું.
ભાજપનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શુભેચ્છા આપી. તેમણે ટ્વીટ કરી દેવેન્દ્ર ફડનવીસ અને અજીત પવારને શુભેચ્છા આપી અને તેમણે કહ્યું, મને વિશ્વાસ છે કે, આ સરકાર મહારાષ્ટ્રના વિકાસ અને કલ્યાણ પ્રત્યે નિરંતર કટિબદ્ધ રહેશે અને પ્રદેશમાં વિકાસના નવા માપદંડ સ્થાપિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી શુભેચ્છા આપી. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું કે, મહારાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે સાથે મળીને કામ કરો.