રાજ્યની બે નગરપાલિકાઓને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આગવી ઓળખના કામો માટે કુલ રૂ. ૬.૮પ કરોડની ફાળવણીની મુખ્યમંત્રીશ્રીની સૈદ્ધાંતિક મંજૂરી

Spread the love

સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકાને રિટેનીંગ વોલ અને માર્ગ નિર્માણ માટે રૂ. ૩ કરોડ ૯૦ લાખ*

*કાલોલમાં તળાવ બ્યૂટિફિકેશન માટે રૂ. ર.૯પ કરોડ*
…………………….
*૨૦૨૧-૨૨ના વર્ષમાં રાજ્યની ૬ નગરપાલિકાઓને રૂ. ૧૦ કરોડ પ૧ લાખના આગવી ઓળખના કામો માટેની સૈદ્ધાંતિક મંજૂરી*
…………….
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નગરો-મહાનગરોમાં આગવી ઓળખના કામો માટે ગ્રાન્ટ-ભંડોળ આપવાનો અભિગમ અપનાવ્યો છે*.
*આવા આગવી ઓળખના કામોમાં નગર સુખાકારી અને જનહિત કાર્યો દ્વારા જે તે નગરની આગવી વિશેષ ઓળખ ઉભી કરવાના કામો હાથ ધરાય છે*.
મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર સુરેન્દ્રનગર-દૂધરેજ વઢવાણ નગરપાલિકામાં આગવી ઓળખના કામ અન્વયે રિવરફ્રન્ટની દરખાસ્તમાં વિવિધ કામો માટે રજૂ થયેલી શહેરી વિકાસ વિભાગની દરખાસ્તને અનુમોદન આપીને રૂ. ૩ કરોડ ૯૦ લાખના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરીના પરિણામે હવે, RCC રિટેનીંગ વોલ તેમજ એમ.પી.શાહ કોલેજથી એસ.ટી સ્ટેન્ડ સુધીના માર્ગ નિર્માણના કામો આ નગરપાલિકા હાથ ધરશે.
મુખ્યમંત્રીશ્રીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આવા જ આગવી ઓળખના કામ અન્વયે કાલોલ નગરપાલિકાને તળાવ બ્યૂટિફિકેશન માટે રૂ. ર કરોડ ૯પ લાખના કામો હાથ ધરવા પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
*અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રાજ્ય સરકાર નગરો-મહાનગરોમાં આગવી ઓળખના વિવિધ વિકાસ કામો હાથ ધરવા માટે રકમ ફાળવે છે*.
*તદ્દઅનુસાર, ‘અ’ વર્ગની નગરપાલિકાઓને દર બે વર્ષે એક વખત રૂ. પાંચ કરોડ, ‘બ’ વર્ગની નગરપાલિકાઓને દર બે વર્ષે રૂ. ૪ કરોડ, ‘ક’ વર્ગની નગરપાલિકાઓને રૂ. ૩ કરોડ તેમજ ‘ડ’ વર્ગની નગરપાલિકાઓને રૂ. ર કરોડ ફાળવવામાં આવે છે*.
*૨૦૨૧-૨૨ના વર્ષમાં અત્યાર સુધીમાં રાજ્યની ૬ નગરપાલિકાઓને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આગવી ઓળખના કામો માટે કુલ રૂ. ૧૦.૫૧ કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે*.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com