નવનીત પ્રકાશનમાં પેપર છપાય છે તો તે પણ ચર્ચાનો વિષય
ગાંધીનગર
ધોરણ 10 અને 12ની પ્રીલિમનરી પરીક્ષાનું પેપર લીક થયુ છે.જેમાં યુ ટ્યુબ પર પેપર લીક કરાયા છે. તેમાં હાલ ધોરણ 10 અને 12ની પ્રીલિમનરી પરીક્ષા ચાલી રહી છે. જેમાં પેપર લેવાયાના તેના બે દિવસ પહેલા સોશિયલ મીડિયામાં પેપર લીક થયા છે. તેમાં યુ ટ્યુબ પર સંપુર્ણ પેપર સોલ્વ કરી વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે.તથા નવનીત પ્રકાશનમાં પેપર છપાય છે તો તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. તેથી હવે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.જેથી હવે નવનીત પ્રકાશન દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવશે.હાલમાં યુટ્યૂબરે ચેનલ ડિલિટ કરીને વીડિયો પણ યુટ્યૂબ પરથી ડિલિટ કરી દીધો છે. શાળા વિકાસ સંકુલ હેઠળ લેવાતી પરીક્ષાનું પેપર લીક થતાં ભારે ચકચાર મચી છે.
પરિપત્ર : ડી.એસ.પટેલ, સચિવ, ( ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર )
પટેલે યુ ટ્યુબ પર પેપર લીક મામલે રદિયો આપતા જણાવ્યું છે કે પ્રશ્નપત્રો શાળાઓએ જ કાઢીને આપવાની સૂચના છે. દરેક જિલ્લાઓ માં શાળા વિકાસ સંકુલ અને શાળાનાં જૂથો દ્વારા પ્રશ્નપત્રોનું છાપકામ કરીને પરીક્ષાઓ યોજવાની સૂચના છે.જેથી પરીક્ષાના પ્રશ્નપત્રો જે તે શાળાઓએ કાઢીને પરીક્ષા યોજવાની રહે છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરનાં ડી.એસ.પટેલ, સચિવે જણાવ્યું કે બોર્ડ દ્વારા પ્રિલીમનરી પરીક્ષાના પ્રશ્નપત્રો અપાયેલ નથી.છતાં આ અંગે અમદાવાદ શહેર અને જિલ્લા શિક્ષણ અધિકારીઓને તપાસ કરવાના આદેશ આપેલ છે.આ ઘટના સાથે સંકળાયેલ તત્વો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.
આ અંગે અમદાવાદ શહેર DEO હિતેન્દ્રસિંહ પઢેરિયાએ જણાવ્યું છે કે પેપર લીક થયા હોવાના સમાચાર અમને મળ્યા છે.પેપર યુટ્યુબ પર કોઈ યુટ્યુબરે લીક કર્યું છે.જે પેપર લીક થયું તે હકીકતમાં ઓરીજીનલ પેપર છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે.ઓરીજીનલ પેપર હશે આ અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરવામાં આવશે અને પેપર ઓરીજનલ નહીં હોય તો કોઈ કાર્યવાહી કરવાની થશે નહીં.બની શકે વર્ષોથી ભણાવતા કોઈ શિક્ષકે IMP પ્રશ્નોના આધારે પેપર બનાવ્યું હોય તો તે બેઠે બેઠું પેપર ના હોઈ શકે. યુ ટ્યૂબ ચેનલ પર શાળા વિકાસ સંકુલ અંતર્ગત લેવાતી પરીક્ષાનું પેપર લીક થયુ છે. આજે સવારે ધોરણ 12નું વાણિજ્ય વ્યવસ્થાનું પેપર લેવાવાનું છે તે પરીક્ષાનું પેપર એક દિવસ પહેલા આર. એમ. એકેડમી નામની યુટ્યુબ ચેનલ પર લીક થયાનું સામે આવ્યું છે.આ યુટ્યુબ ચેનલ સાથે અન્ય સાત ચેનલો અને લિંકો પર અપલોડ થઈ ગયું છે. આર.એમ એકેડમી નામની યુટ્યુબ ચેનલમાં જવાબો સાથે પેપર સામે લીક થયા છે.