અમદાવાદ
સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સમયાતરે જુદી-જુદી કમોડીટીમાં સિસ્ટમ બેઝ્ડ એનાલીસીસ તેમજ માર્કેટ ઈંટેલિજંસ આધારીત ટેક્ષનુ યોગ્ય રીતે કમ્પલાઇંસ કરવામાં આવે છે કે કેમ તે જોવામાં આવે છે. જેના ભાગરૂપ આજરોજ રાજ્યભરમાં કોટન જીનીંગ મીલ અને ઓઇલ મીલ વેપારીઓના ધંધાના સ્થળોએ ઇન્સ્પેક્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. રાજયભરમાં કુલ ૪૨ વેપારીઓના સ્થળોએ ટેક્ષ કમ્પલાઈંસ બાબતે સઘન ચકાસણીની કાર્યવાહી હાલ ચાલુમાં છે. ઇન્સ્પેક્શનની કાર્યવાહીમા આવરી લેવાયેલ વેપારીઓની યાદી નીચે મુજબ છે.