ગાંધીનગર
મારા કુળદેવી શ્રી હરસિધ્ધ ભવાની માતાજી અને ગામદેવી શ્રી અજાય માતાના તથા મારા ગુરુના આશીર્વાદ સાથે હું તારીખ 22-02-2022 ને મંગળવાર ના રોજ સવારે 11 .00 કલાકે શ્રી કમલમ્ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું તેવી ટ્વીટર પર ટ્વીટ કરી કૉંગ્રેસના પૂર્વ નેતા જયરાજસિંહ પરમારે માહિતી આપી હતી.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલ સાથે જયરાજસિંહ પરમાર
…..
તેમજ સી.આર.પાટીલ સાથે જયરાજસિંહે તથા તેમના પુત્રએ મુલાકાત કરી છે. 37 વર્ષ બાદ જયરાજસિંહ કોંગ્રેસ છોડી મંગળવારે સી.આર.પાટીલની હાજરીમાં ભાજપમાં સુપ્રભાતમ કરશે. હવે ભાજપમાં સંગઠનની કોઈ પોસ્ટ કે આગામી વિધાનસભા માં કોઈ બેઠક પરથી ધારાસભ્યની ટિકિટ મેળવશે તે જોવાનું રહેશે.કોંગ્રેસમાં થયેલી અવગણના અને ભાજપમાં ગણના માટે કોઈ મહત્વની જવાબદારી ભાજપમાં સોંપાય તેવી આશા સેવાઈ રહી છે.
ઉપરાંત જિલ્લાના પીઢ કોંગ્રેસી આગેવાનો ભાજપમાં જોડાયા હતા. જેમાં અધ્યક્ષ સીઆર પાટીલ, મહામંત્રી રજની પટેલની આગેવાનીમાં ભગવો ધારણ કરવામાં આવ્યો હતો. જેમાં મહેસાણા જિલ્લા પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાજુભા દરબાર, બહુચરાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વાધુભા જાડેજા, બહુચરાજી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રણુભા બીજેપીમાં જોડાયા હતા. તથા મહેસાણા જિલ્લાના 150 થી વધુ આગેવાનો તેમજ માંડલ તાલુકાના કોંગ્રેસી આગેવાનો ભગવો ધારણ કર્યો હતો.ઉલ્લેખનિય છે કે જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતુ. જેમાં કાર્યકર્તાઓને સંબોધીને બે પત્ર લખ્યા હતો. તેમાં જયરાજસિંહ પરમારે જણાવ્યું હતુ કે મે પાર્ટી છોડી છે, રાજનીતિ નહીં. તેમજ જયરાજસિંહ કોંગ્રેસના પ્રવક્તા હતા. જેમાં 37 વર્ષ બાદ જયરાજસિંહ પરમારે કોંગ્રેસ છોડી છે. તેમાં તેમણે જણાવ્યું હતુ કે લડવા નહી માંગતા નેતાઓની નિષ્ક્રિયતાથી થાક્યો છું.હવે ભાજપમાં કેવી સક્રિયતા મેળવે છે તે જોવાનુ રહેશે.