ઔડા અઘ્યક્ષ લોચન સેહરા દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ માટે રૂ.૧૩૫૬ કરોડની આવક તથા રૂ.૧૨૧૦ કરોડ ખર્ચના અંદાજો રજૂ કરાયા

Spread the love

 

 

 

 

 

અમદાવાદ

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા અમદાવાદ ખાતે યોજાયેલ ૨૮૬ મી બોર્ડ મીટીંગ ઔડા અધ્યક્ષ લોચન સેહરા , મુખ્ય કારોબારી અધિકારી ડી.પી.દેસાઇ તથા અન્ય બોર્ડ મેમ્બરોની ઉપસ્થિતિમાં મળી હતી. ઔડાના અધ્યક્ષ લોચન સેહરા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ( અ.મ્યુ.કો. વિસ્તાર તથા ગાં.મ્યુ.કો. વિસ્તાર સહિત) ની દ્વિતિય પુનરાવર્તિત વિકાસ યોજનાને ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમની કલમ- ૨૧ હેઠળ પુનરાવર્તિત કરવા ,મોજે રૂપાવટીનાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન જનરલ- IG ઝોનમાં સમાવિષ્ટ થતી જમીનોમાં મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૧૩૮ – એ (રૂપાવટી)નો ઇરાદો જાહેર કરવા, મોજે રૂપાવટી-વસોદરા ના ઇન્સ્ટ્રીયલ ઝોન જનરલ- Iઉ ઝોનમાં સમાવિષ્ટ થતી જમીનોમાં મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૧૩૮ – બી (રૂપાવટી-વસોદરા) નો ઇરાદો જાહેર કરવા ,

ઔડા ની નવી ઓફિસ (ઔડા ભવન) , પાણી વિતરણ વ્યવસ્થા અંગેની નિતિ (વોટર કનેકશન પોલીસી) , નાણાંકીય વર્ષ ૨૦૨૧ ૨૨નાં આવક – ખર્ચના સુધારેલ અંદાજો તથા આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૨ – ૨૩નાં આવક – ખર્ચના સૂચિત અંદાજો (બજેટ) ની મંજુરી બાબત ની દરખાતને સર્વાનુમત્તે અનુમોદન આપવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ નું સુધારેલ આવકનો અંદાજ રૂ.૩૪૨.૫૯ કરોડ અને સુધારેલ ખર્ચનો અંદાજ રૂ.૬૭૪.૬૪ કરોડ થવા પામે તેમ છે.નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે સૂચિત અંદાજોમાં કુલ રૂ.૧૩૫૬.૨૯ કરોડની આવક તથા રૂ.૧૨૧૦.૭૩ કરોડના ખર્ચના અંદાજો રજૂ કરેલ છે. શરૂઆતની અંદાજીત પુરાંત સિલક રૂ.૧૧૦૫.૦૦ કરોડ અને વર્ષાંતે પૂરાંત રકમ રૂ.૧૨૫૦:૫૬ કરોડની રહેશે. મૂડી અને મહેસૂલી આવક પેટે રૂ.૮૦૬.૨૯ કરોડ, ડીપોઝીટ પેટે રૂ.૭૫.૦૦ કરોડ અને લોન પેટે રૂ.૪૭૫.૦૦ કરોડ એમ કુલ રૂ.૧૩૫૬.૨૯ કરોડની આવક થવાનો અંદાજ છે.

મૂડી અને મહેસૂલી ખર્ચ પેટે રૂ.૧૨૧૦.૭૩ કરોડનો ખર્ચ અંદાજવામાં આવેલ છે. જેમાં બ્રીજના હાલ ચાલુ ૭ કામ ઉપરાંત નવા ૩ બ્રીજમાં ધોળકા બ્રાન્ચ કેનાલ વિસલપુર, ઘુમા । રેલ્વે ઓવર બ્રીજ તથા ભાટ અપોલો સર્કલનો સમાવેશ થાય છે. જે માટે કુલ રૂ.૧૧૬.૮૨ કરોડ , PMAY હેઠળ હાલ કુલ-૩ સ્થળ ખાતે ૨૧૨૧ આવાસોનું કામ પ્રગતિ હેઠળ છે. તેમજ નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ માં સાણંદ-૧૨૬૦ આવાસો, મહેમદાવાદ-૩૩૮ આવાસો અને અસલાલી-૪૭૫ આવાસો એમ કુલ-૩ સ્થળોએ ૨૦૭૩ આવાસોના નિર્માણ માટે રૂ.૧૭૮.૬૫ કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. 3. ઔડા વિસ્તારની મંજુર થયેલ ૮૭ ટી.પી.ઓ માટે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માં ૬૫ કિ.મી. લંબાઇના નવા તેમજ રીસર્ફેસ કરવાની કામગીરી સાથેના રસ્તા બનાવવાનું આયોજન હાથ ધરેલ છે. જે માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઇ કરેલ છે. તેમજ લોજીસ્ટીક ઝોનમાં જરૂરીયાત મુજબ સી.સી. રોડ, ફુટપાથ તથા સ્ટ્રોમ વોટર,કચેરીનાં નવીનત્તમ મકાનનાં બાંધકામ અંગે રૂ.૨૫ કરોડ, વોટર સપ્લાયની સુવિધા પુરી પાડવા રૂ.૧૫૭.૮૮ કરોડ,જલ જીવન મિશન અંતર્ગત ૪૫ ગામોમાં પાણીની સુવિધા પુરી પાડવા માટે રૂ.૧૦૪.૯૨ કરોડ, સત્તામંડળ હેઠળના વિવિધ વિસ્તારમાં ડ્રેનેજ પ્રોજેક્ટ તથા સ્ટ્રોમ વોટર ડ્રેનેજ ની ચાલુ કામગીરી તથા નવીનત્તમ કામગીરી માટે કુલ રૂ.૮૧.૫૯ કરોડ, સત્તામંડળ દ્રારા લોક ઉપયોગી ઓડિટોરીયમ/કોમ્યુનીટી હોલ હાલ કઠવાડા, દહેગામ અને શેલા તથા મહેમદાબાદ ખાતે નિર્માણધીન છે. તે ઉપરાંત ઔડાના અન્ય વિસ્તારમાં ઓડિટોરીયમ/કોમ્યુનીટી હોલ ઉભા કરવા માટે કુલ રૂ.૩૨.૫૧ કરોડ,હાલના વધી રહેલ શહેરી કરણ સામે વૈવિધ્ય સભર જૈવિક સૃષ્ટિમાં વૃક્ષો અને પ્રાણીઓના જતન માટે તેમજ કુદરતી સ્વસ્થ વાતાવરણ મળી રહે તે હેતુસર ઔડાના વિવિધ વિસ્તારોમાં તળાવ તથા ગાર્ડનના વિકાસ માટે રૂ.૧૭.૮૦ કરોડ, નાગરીકોને તેઓના સામાજીક પ્રસંગોની ઉજવણી સસ્તા દરે કરી શકે તે હેતુસર સીંગરવા ખાતે પાર્ટી પ્લોટની કામગીરી પ્રગતિ હેઠળ છે. આવા પ્રકારની ઔડા વિસ્તારોમાં કામગીરી માટે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માં રૂ.૮.૦૦ કરોડ,બાળકોના સર્વાંગી વિકાસ માટે રમત-ગમત ના મેદાનો વિકસાવવા રૂ.૧૦.૬૯ કરોડ, સત્તામંડળ હસ્તકના ૪ ગ્રોથ સેન્ટરોમાં અમદાવાદ સમકક્ષ રોડ, ડ્રેનેજ, સ્ટ્રોમ વોટરની માળખાકીય સુવિધા મળી રહે તે હેતુસર રૂ. ૩૪.૪૭ કરોડ, ગ્રીન ઔડા માટે વૃક્ષારોપણ તથા નિભાવણી માટે રૂ.૨.૦૦ કરોડ, ઔડા વિસ્તારમાં અધતન સ્મશાન ગૃહ બનાવવાની કામગીરી કાર્યરત, છે.વધુમાં ઔડાના અન્ય વિસ્તારોમાં આ પ્રકારની કામગીરી માટે તેમજ જનકલ્યાણના કામ અંતર્ગત રૂ.૧૧.૨૬ કરોડ, ગામડાઓનાં વિકાસ માટે સદભાવના ગ્રામોત્થાન ફંડ અંતર્ગત ગામડાઓમાં સી.સી. રોડ, પેવર બ્લોક, સ્મશાન ગૃહ બનાવવા તેમજ સ્ટ્રીટ લાઇટની કામગીરી માટે રૂ.૧૬.૮૦ કરોડ,ઔડા દ્રારા નિર્મિત નંદનવન આવાસ યોજના, વામ્બે આવાસ યોજના વસ્ત્રાપુર, વાળે આવાસ યોજના રાણીપ, વામ્બે આવાસ યોજના સરદારનગર ખાતે જર્જરીત થયેલ હાઉસીંગ કોલોનીને ડીમોલીસ કરી રી-ડેવલોપ કરવાની કામગીરી માટે ૫ કરોડ,બોપલ ખાતે નિર્માણધીન ફાયર સ્ટેશનના બાંધકામની કામગીરી પ્રગતિ હેઠળ છે. જે આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ માં પૂર્ણ થશે. વધુમાં આ પ્રકારની ઔડા વિસ્તારમાં કામગીરી માટે રૂ.૯.૩૫ કરોડ, એ.ડી.બી. પ્રોજેક્ટ મંજુર થયેથી ઔડા વિસ્તારમાં રીંગરોડ પર ૧૦ બ્રીજ તથા પાણી પુરવઠા, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા સ્ટ્રોમ વોટરના પ્રોજેક્ટ માટે રૂ.૧૦૦:૫૦ કરોડ, સત્તામંડળ ખાતે આઈ.ટી. સીસ્ટમને સુદ્દઢ બનાવવા માટેની કામગીરી અંગે રૂ.૫.૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.

આમ, ઔડા દ્રારા વર્ષ ૨૦૨૨-૨૩ માં મૂડી ખર્ચ માટે રૂ.૧૧૪૫.૬૪ કરોડ, મહેસૂલી ખર્ચ માટે રૂ.૬૨.૩૫ કરોડ અને લોનની ચૂકવણી માટે રૂ.૨.૭૩ કરોડ એમ કુલ રૂ.૧૨૧૦.૭૩ કરોડના ખર્ચના અંદાજની જોગવાઇ કરેલ છે. વર્ષ ૨૦૨૨-૨૩ માં આવકનો અંદાજ રૂ.૧૩૫૬.૨૯ કરોડ રાખેલ છે, જે ખર્ચનાં અંદાજ કરતા રૂ.૧૪૫.૫૬ કરોડની પુરાંત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com