મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ જિલ્લા શહેર ના ૩૫૦૦જેટલા લાભાર્થીઓને સૂચિત સોસાયટી નિયમિત કરતા સનદ હુકમો પ્રોપર્ટી કાર્ડ તેમજ દાવા મંજૂરી પત્રો વિતરણ ના કાર્યક્રમ માં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે લોકશાહીમાં લોકો ને પોતીકી સરકાર ની અનુભૂતિ થાય તે રીતે આ સરકારે લોકોપયોગી સચોટ અને ઝડપી નિર્ણયો કર્યા છે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારે સૂચિત સોસાયટી નિયમિત કરવા સહિત યુ એલ સી જમીન બાબતે અને શહેરી ગરીબો ને ઝૂપડપટ્ટી ના સ્થાને પાકા મકાનો આપવા જૂની સોસાયટીઓ ના મકાનો માટે રી ડેવલપમેન્ટ પોલિસી સહિત પ્રજાને સ્પર્શતા નિર્ણયો કેટલા ઝડપથી લેવાઈ રહ્યા છે તેની ભૂમિકા આપી હતી.
તેમણે કહ્યું કે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં એક હજારથી વધુ નિર્ણયો લીધા છે. અને તેમાં પણ માત્ર મહેસૂલ વિભાગમાં જ ૬૫થી વધુ નિર્ણયો લેવામાં આવ્યા છે
મુખ્યમંત્રી એ રાજ્યમાં સૂચિત સોસાયટી ના મકાનો નિયમિત કરવા માટે મહેસૂલ વિભાગ દ્વારા હાલ ચાલી રહેલી કામગીરીમાં વર્ષ ૨૦૦૫ સુધી બંધાયેલા આવા મકાનો આવરી લેવાનું સૂચન મહેસૂલ વિભાગ ને કર્યું હતું
મુખ્યમંત્રીએ આવા સૂચિત સોસાયટી ના પોતાના મકાનો લોકો ઝડપથી કાયદેસર કરાવી શકે તે હેતુસર મહેસૂલ વિભાગ દ્વારા ઓન લાઈન એપ્લિકેશન અને ઓન લાઇન એપ્રુવલ એક જ માસમાં મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવા માટે પણ સૂચન કર્યું હતું
મુખ્યમંત્રીએ મહેસૂલ વિભાગના અધિકારી કર્મીઓ ના હકારાત્મક અભિગમની પણ પ્રસંશા કરી હતી.
તેમણે જણાવ્યું કે આ સરકારે જે કોઈ નિર્ણયો કર્યા છે તે લોકહિત માટે પરમાર્થ માટે કરેલા છે ક્યાંય કોઈ સ્વાર્થ ભાવ રાખીને નિર્ણયો કરતા નથી વિજયભાઈએ જણાવ્યું કે સામાન્ય માણસને સરકારી કચેરીના ધક્કા ન ખાવા પડે તે માટે સરકારી સેવાઓને ઝડપથી ઓનલાઈન કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે મહેસૂલી સેવાને વધુ સરળ અને પારદર્શક બનાવી છે. ૭-૧૨ના ઉતારા ઓનલાઈન કર્યાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે આ પ્રક્રિયામાં આઠ કરોડથી વધુ પાનાઓનું સ્કેનિંગ કરવામાં આવ્યું છે.
આ તબક્કે ઉપસ્થિત રાજ્યના મહેસૂલમંત્રી કૌશિકભાઈ પટેલે પણ મહેસૂલ વિભાગે કેવી રીતે અશક્ય કામને શક્ય બનાવ્યું તેનો ચિતાર આપ્યો હતો તેમણે મુખ્યમંત્રીની પ્રસંશા કરતાં કહ્યું કે સૂચિત સોસાયટી માટે વિજયભાઈનો હંમેશા આગ્રહ રહ્યો હતો અને આ ભગીરથ કામને તેમણે સુપેરે પાર પણ પાડ્યું છે. મહેસૂલમંત્રીએ કહ્યું કે આ એક વિરલ ઘટના છે, જ્યારે મુખ્યમંત્રી ૩૫૦૦થી વધુ લોકોને લાભ આપવા માટે રુબરુ આવ્યા છે. તેમણે ઉમેર્યું કે વિજયભાઈની સરકારે સરકાર તમારે દ્વારની સંકલ્પના સાકાર કરી છે.
મહેસૂલ ના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે તેમના ઉદબોધનમાં જણાવ્યું કે મુખ્યમંત્રી પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે તત્પર છે. તેમને એ બાબતે પણ આનંદ વ્યક્ત કર્યો કે તેમને આ સંવેદનશીલ મુખ્યમંત્રી સાથે કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
તેમણે મુખ્યમંત્રી ગરીબ વંચિત પીડિત સહિત સમાજ ના નાનામાં નાના માનવી ની ચિંતા કરીને સંવેદના પૂર્ણ નિર્ણયો કરી રહ્યા છે તેની સરાહના કરી હતી.અમદાવાદ કલેક્ટર ડો.વિક્રાંત પાંડે એ સૌને આવકારી આ કાર્યક્રમની ભૂમિકા આપી હતી.
સૂચિત સોસાયટીના લાભાર્થીઓએ પણ આ પ્રસંગે તેમના પ્રતિભાવ આપતા કહ્યું કે અમે સરકારનો આભાર માનીએ છીએ, કારણ કે વર્ષોથી અમારા મકાનો અંગે મનમાં જે ભય હતો તે દૂર થયો છે.