રાજ્યમાં વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને સરકારે પરિવહન સેવામાં પણ વધારો કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે મનપા અને નગરપાલિકા વિસ્તાર માટે મુખ્યમંત્રી શહેરી બસ સેવા યોજના અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત 2 હજાર 364 બસ ખરીદવામાં આવશે. આ યોજના ગુજરાતની 8 મનપા અને 22 નગરપાલિકામાં અમલ કરવામાં આવશે. શહેરી બસ સેવા માટે સરકારે 290 કરોડની જોગવાઈ કરી છે. શહેરી વિસ્તારમાં વધતા જતા પ્રદૂષણને અટકાવવા માટે ઇલેક્ટ્રિક બસ સેવા પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
મુખ્યમંત્રી શહેરી બસ સેવા અંતર્ગત અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત મનપા માટે ઇલેક્ટ્રિક બસ ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું છે. સુરત મનપા દ્વારા 200 બસ ખરીદવા માટે ટેન્ડર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર માટે 150 બસની જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રી શહેરી બસ સેવા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપથી ચલાવવામાં આવશે. રાજ્યના પરિવહન વિભાગ દ્વારા નક્કી કરેલું ભાડું જ આ બસમાં લેવાની જોગવાઈ કરવામાં આવી છે. ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા આ બસ સેવા ઓપરેટ કરવામાં આવશે. જો બસ ઓપરેટમાં ખોટ આવે તો 50 ટકા રકમ મનપા કે કોર્પોરેશન અને સરકાર ભોગવશે. જેમાં ઇલેક્ટ્રિક બસમાં વધુમાં વધુ પ્રતિ કીમી 25 રૂપિયા અને સીએનજીમાં 12.50 રૂપિયા રાજ્ય સરકાર ભોગવશે.
પરિવહન સેવામાં વધારો
૨૩૬૪ બસની ખરીદી
૮ મનપા અને ૨૨ નગરપાલિકામાં અમલ
શહેરી બસ સેવા માટે ૨૯૦ કરોડની જાગવાઇ
અમદાવાદમાં ૧૫૦ બસની જાગવાઇ
સુરત મનપા દ્વારા ૨૦૦ બસનું ટેન્ડર
પિબ્બક પ્રાઇવેટ પાર્ટનરશીપથી ચાલશે પરીવહન
ખાનગી કોન્ટ્રાક્ટરો બસ સેવા ઓપરેટ કરશે
ખોટ આવે તો ૫૦ ટકા મનપા કે કોર્પોરેશન
૫૦ ટકા સરકાર ભોગવશે
ઇલેકટ્રીક બસમાં વધુમાં વધુ પ્રતિ કીમી ૨૫ની ખોટ ભોગવશે
સીએનજીમાં ૧૨.૫૦ રૂપિયા ખોટ સરકાર ભોગવશે