દેશની આર્થિક રાજધાની મુંબઈમાં શા માટે સત્તા માટે રાજકીય પાર્ટીઓ આટલી બધી ઉથલ-પાથલ મચાવી રહી છે. શા માટે ભાજપે રાતોરાત સરકાર બનાવી? એવું નથી કે, આની પહેલાં ચુપચાપ બેસીને ફક્ત વેઈટ એન્ડ વોચની સ્થિતીમાં હતા. પહેલાં જ આરએસએસને લઈને કેન્દ્રીય મંત્રી અને નાગપુરથી સાંસદ નિતિન ગડકરી ઈશારા કરી ચૂક્યા હતા કે, રાજકારણ અને ક્રિકેટમાં કંઈ પણ સંભવ છે. વાસ્તવમાં સાચી લડાઈ તો આર્થિક રાજધાની પર કબ્જો જમાવવાનો છે.
શું કોઈ બીજા રાજ્યમાં આવું સંભવ થઈ શકે કે, રાતોરાત જે એક લાખ કરોડ રૂપિયાનાં બે મોટા કૌભાંડના આરોપી છે, તેમને ઉપમુખ્યમંત્રીનું પદ આપીને લોકો ઉઠે તે પહેલાં જ શપથ પણ અપાવી દીધી. જે નેતા પર જેલ જવાની તલવાર લટકેલી હોય, તેને શાનથી લાલ બત્તીની ઓફર મળી જાય. આ જાણવા માટે તમારે થોડી દેશના આર્થિક વેપાર અને કારોબાર પર નજર દોડાવવી પડશે. સૌથી વધારે કંપનીઓ મહારાષ્ટ્રમાં રજીસ્ટર્ડ છે. એટલું જ નહી, ટેક્સ આપતા રાજ્યોમાં મહારાષ્ટ્ર સૌથી ઉપર છે. અને તે એક લાખ કરોડ રૂપિયા કરતાં વધારે ટેક્સ આપે છે.
દેશનાં સૌથી સમૃદ્ધ માનવામાં આવતા રાજ્ય ગુજરાતમાંથી ઈનકમ ટેક્સ કલેક્શનની વાત કરીએ તો તે માત્ર 4.5 ટકા જ છે. જ્યારે આ મામલામાં મહારાષ્ટ્રનો નંબર પ્રથમ આવે છે. આ ટેક્સ દેશનાં આયકરમાં જમા થતી રકમનો 38 ટકા કરતાં વધારે છે. આ મામલામાં દિલ્હી બીજા નંબર પર છે જેનો હિસ્સો લગભગ 14 ટકા છે. ત્યારબાદ કર્ણાટક અને તામિલનાડુનો નંબર આવે છે.
કોઈ પણ રાજકીય પાર્ટી માટે મહારાષ્ટ્ર એટલા માટે મહત્વપૂર્ણ છે કારણકે, સૌથી વધારે કોર્પોરેટ કંપનીઓનાં હેડક્વાર્ટર્સ અહીં પર આવેલાં છે. એ કહેવું ખોટુ પણ નથી કે, કોર્પોરેટ હાઉસ જ નક્કી કરે છેકે, આગામી સરકાર કોને બનાવવી જોઈએ. તેના માટે ડોનેશન જ વિકલ્પ હોતો નથી, પરંતુ આ રાજ્યોમાં તેમને કોન્ટ્રાક્ટ અપાવવા સાથે પણ જોડાયેલું છે.
મોદી સરકાર સાથે કોર્પોરેટ હાઉસનાં સંબંધો વિશે દરેક લોકો જાણે છે. જો સરકાર બદલાય છે તો તેમના નીતિ નિર્માણમાં ફેરફારની સાથે અન્ય સમાજ કલ્યાણ સાથે જોડાયેલી યોજનાઓ અને પ્રોજેક્ટ્સ તેમના કારોબારને અસર કરી શકે છે. એવામાં તેમના કારોબાર પર કોઈ પણ પ્રકારની “બ્રેક” ન લાગે તેના માટે જરૂરી છે કે વિપરીત મંતવ્ય ધરાવતી સરકાર ન બને. નહી તો આગળ જતાં તેમને મુશ્કેલી પડી શકે છે.
એટલા માટે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનાં શબ્દોમાં કહીએ તો અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસનાં શપથ વાળી ફર્જીકલ સ્ટ્રાઈક રાતોરાત એમજ નહોતી કરવામાં આવી. પરંતુ તેના માટે જાળ કેટલાંક દિવસો પહેલાં જ બિછાવવામાં આવી હતી. જો તેમની સરકાર ન બને તો તેમના બુલેટ ટ્રેન જેવા ડ્રીમ પ્રોજેક્ટ પર ખતરો મંડરાઈ શકે છે. જેનો ઈશારો શિવસેના, કોંગ્રેસ અને એનસીપી તરફથી પહેલાં જ આપી દેવામાં આવ્યો છે. ખેડૂતોના દેવામાફ કરવાની સાથે જ તેમની કલ્યાણકારી યોજનાઓ લાગૂ કરવાથી લઈને કોર્પોરેટ હાઉસની ચિંતાઓ ખાલી જ નથી.