દેશમાં કોરોનાની મહામારી ના કારણે સરકાર દ્વારા લગ્નોમાં અમુક ચોક્કસ સંખ્યાને લઇને પ્રતિબંધ હતો ત્યારે બે વર્ષથી અનેક લોકોના લગ્નની તારીખો આગળ જઈ રહી હતી ત્યારે ઠાકોર સમાજમાં પણ નાનો વર્ગ જેને લગ્નનો ધામધૂમ નો ખર્ચ ક્યારે પોસાય નહીં ત્યારે ઠાકોર સમાજના મોભીઓ ને પણ આ ચિંતા હતી, પણ કોરોના નો કકળાટ થાળે પડે તો, કાંઈ થાય, ત્યારે કોરોના ના કેસો માં ઘટાડો થયા બાદ અને સરકારની ગાઇડ લાઇન માં સુધારો થયા બાદ ઠાકોર સમાજનું આ પ્રથમ અને જાેવા જઈએ તો રામાપીર ઠાકોર સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તૃતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો.
આ પ્રસંગે૧૪ જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડયાહતા. ત્યારે આ પ્રસંગે આર્શીવચન આપવા દોલતરામ બાપુ, ભીખુરામ મહારાજ, બાબુરામ મહારાજ, જીતુરામ મહારાજ, મુખ્ય મહેમાન તરીકે રાજ્ય સભાના સાંસદ જુગલજી મથુરજી ઠાકોર (મહેસાણા), ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હિમાંશુભાઈ પટેલ, ભગવા સેનાના કમલભાઇ વ્યાસ, ગોવિંદજી ઠાકોર, છનાભાઇ ચૌધરી, અરવિંદસિંહ સોલંકી (પૂર્વ. કારોબારી ચેરમેન) સંજયસિંહ (છગનજી) પ્રતાપજી ઠાકોર (કુડાસણ) પ્રતાપસિંહ શકરાજી ઠાકોર, હરેશભાઇ દૌલતાણી, પૂનમભાઇ ડાભી (શિલજ) રાજભા ઠાકોર પ્રમુખ ઠાકોર વિકાસ ટ્રસ્ટ, નગરસેવક ડો. સંકેત પંચાસરા, ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સ્મૂહલગ્નના ભોજપનના દાતા તરીકે સંજયસિંહ પ્રતાપજી ઠાકોર (કુડાસણવાળા પરીવાર) લક્ષ્મી મંડપ ડેકોરેશન વિષ્ણુજી ઠાકોર, વાહજીજી ઠાકોર, ચંદુજી ઠાકોર, પાણીના દાતા પરાગભાઇ પટેલ, વિડીયોગ્રાફી-મહેરાજી ઠાકોર, સાઉન્ડના દાતા મહેશજી કાનાજી ઠાકોર, પાનેતર સ્વ. ગાંડાજી ચતુરજી ઠાકોર, હસ્તે-કાંતિજી ઠાકોર, સજાવટના દાતા ગં.સ્વ. કાશીબેન કાન્તિજી ઠાકોર, લાઇટ ડેકોરેશન રમેશજી ઠાકોર, વિનોદજી ઠાકોર, સાફાના દાતા ધનજીભાઇ બુલાજી ઝાલા, લાઇવ ડીજે ભરતભાઇ ઠાકોર, લગ્નગીત મહેશ પ્રજાપતિ, પેન્ટ-શર્ટ કાપડના દાતા આર.કે. સિલેક્શન (ડીંગુચાવાળા) દ્વારા દાતા બન્યા હતા. આ પ્રસંગને ચારચાંદ લગાવવા ટ્રસ્ટના તમામ હોદ્દેદારો, સભ્યોએ મહેનત કરી હતી. ત્યારે પ્રમુખ વિષ્ણુજી ઠાકોર, મંત્રી ગોપાળજી ઠાકોર, સહમંત્રી કાંતિભાઇ ઠાકોર, ઉપપ્રમુખ મફાજી.બી. ઠાકોર, ખજાનચી હસમુખજી ટી. ઠાકોર, સત્રમંત્રી પરબતજી ઠાકોર તથા તમામ કારોબારી સભ્યોએ ૨ મહિનાની મહેનત રંગ લાવીને આ સમૂહ લગ્નોત્સવ રંગેચંગે સંપન્ન થયો હતો.