ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સાયકલ શેરીંગ પ્રોજેક્ટને ખૂબ જ મહત્વ આપીને તેને ગ્રીનેરી સીટી GJ-18 ખાતે લોકો આરોગ્યપ્રદ સારું રહે અને સાઇકલ ચલાવવાથી હેલ્થ તથા પ્રદૂષણ ન વધે તે ઉદ્દેશથી આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, ત્યારે હવે આ સાયકલ શેરીંગ પ્રોજેક્ટનું બાળ મરણ સાથે બારમું થવા જઈ રહ્યું છે જે બારમું કરવા તથા કન્ટેનરો વેચવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે ત્યારે લાખના બાર હજાર નહીં પણ તેનાથી પણ રેસીઓ નીચે લઈ ગયા છે ત્યારે ઓનલાઈન ટેન્ડર બહાર પાડીને તેની તળીયા કિંમત ૨૮ લાખ આસપાસ મૂકવામાં આવી છે, એક કન્ટેનર કેટલા રૂપિયામાં તૈયાર થાય છે તેની કિંમત આંકવામાં આવે તો પ્રજાના પૈસાનું આખરે પાણી જ કહેવાય, પર્યાવરણને ફાયદો થાય તે માટે સાઇકલિંગ પ્રોજેક્ટ લાવવામાં આવ્યો હતો ત્યારે પેટ્રોલના ભાવ તો ૧૦૦ થઈ ગયા પણ સાયકલ શેરીંગ જાેઈએ તેવી ગાજી શકી નહીં.આરોગ્યપ્રદ ચિંતા તો કરી ગુડાએ પણ સાયકલો જે મોંઘીદાટ ખરીદવામાં આવી હતી તે મેન્ટેનસમાં ગુડ ફેઇલ ગઈ છે, ૩૦ જેટલા સ્ટેન્ડો GJ-18 ખાતે મોટાભાગના વિસ્તારોમાં મૂકવામાં આવ્યા હતા, ગુડાનો કમાઉ દિકરો નહીં પણ કરોડોના લાભ કરતો દીકરો હવે બીછાને બેસાડી દીધો છે, અત્યારે ગુડાનો ભંગારવાડો હવે ૨૮ લાખની આસપાસ તળીયા કિંમત સાથે ટેન્ડર કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકામાં ગુડા સમાવિષ્ટ થયું પણ હાનગરપાલિકાએ સાયકલ શેરીંગ પ્રોજેક્ટ માંથી હાથ ખંખેરી લીધા છે, ત્યારે પીએમ મોદી પોતે સ્માર્ટ સિટી થકી અબજાે રૂપિયાની ગ્રાન્ટ ફાળવેલ છે તો સ્માર્ટ સિટી એ પણ કોઈ કાંદા કાઢી દીધા નથી. ગુડા કરતાં પણ જાય તેવી સ્થિતિના પ્રોજેક્ટો અનેક ફેલ ગયા છે, અને અહીંયા દિલ્હીથી દાદા પૈસા મોકલે છે, એટલે વાપરો જલસા કરો પણ હવે દિલ્હીના દાદાને પણ ખબર પડી ગઈ છે, કે છોકરાઓ એ ઘર ભેગું કર્યું અને કેટલી પેઢીનું કમાઈનું પૈસા વાપર્યા છે. તે જાેતાં આવનારા મહિનાઓમાં સ્માર્ટ સીટીની દુકાન પણ બંધ થઇ જાય તો નવાઇ નહીં. ગુડા મહાનગરપાલિકા બને ભેગા થઈને હવે અર્થતંત્ર ચલાવવા નીકળ્યા છે પણ લટકતી અનેક કામો હવે મહાનગરપાલિકા હસ્તક આવી ગયા છે ટીપી સ્કીમમાં હવે મોટા સ્કેન્ડલો આવનારા દિવસોમાં બહાર આવશે. તેમાં બેમત નથી,ત્યારે ગુડ હવે ભંગારવાડાથી લઈને જમીનો વેચીને તિજાેરીમાં નાણાં ભેગા કરવા દોટ મૂકી છે. બાકી પ્રોજેક્ટમાં હવે ફેઇલ ગઈ છે. ત્યારે હવે સાયકલ શેરીંગનો ભંગારવાડોમાં કેટલા નાણાં મળે છે તે આવનારા દિવસોમાં જાેવા મળશે બાકી દુકાનો મકાનોમાં જે મેન્ટેનન્સ ખર્ચમાં પણ ભ્રષ્ટાચાર મોટો આદરવામાં આવ્યો હોવાનું પણ ખૂલ્યું છે.