કોરોનાની મહામારી માં ટોપ ક્લાસ ની સેવા આપનારા અને અનેક મંત્રીઓ થી લઈને મેયર સુધીની ગુડ બુકમાં ઊજળું નામ કમાવનાર એવા ડો. ઋત્વિક આચાર્ય એ સેક્ટર – ૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માંથી રાજીનામું આપ્યું છે, ત્યારે કોરોનાની મહામારી માં સારામાં સારી સેવા કરનારા અને GJ-18 ન્યૂ એન્ડ ઓલ્ડ ખાતેથી લોકો દવા લેવા આવતા હતા. નોકરીમાં રજા પણ લીધી નથી ,તેવા નવયુવાન ઋત્વિક આચાર્યએ સારી મોટી હોસ્પિટલમાં જાેબ મળતા પોતે આરોગ્ય કેન્દ્ર સે -૨ ખાતેથી રાજીનામું આપતા ચર્ચાનો વિષય દરેક નાગરિકોમાં બન્યો છે. ત્યારે સ્વભાવે શાંત અને દરેક દર્દીને શાંતિથી જવાબ આપનારા આ ડોક્ટરે અનેક કોરોનાની મહામારી માં દર્દીઓ ના જીવ બચાવ્યા છે. અને હિંમત આપી છે. કોરોના ની રસી માં સૌથી વધારે ભીડ સેક્ટર – ૨ ખાતે અને કોરોના નો રિપોર્ટ કરાવવા પણ લોકોની સૌથી વધારે ભીડ અહીંયા જાેવા મળતી હતી ,ત્યારે ઋત્વિક વિના આરોગ્ય કેન્દ્ર સુના જેવું થઈ ગયું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કોઈ પણ ડોક્ટરે નોકરી છોડતા પહેલા એક મહિના અગાઉ જાણ કરવાની હોય છે.ત્યારે ઋત્વિક આચાર્ય દ્વારા એક મહિના પહેલા રાજીનામું આપી દીધું હતું અને કોઈ મોટી હોસ્પિટલમાં જાેબ મળતા તેમણે અગાઉથી લેખિતમાં જાણ કરી હતી, ત્યારબાદ ૨૮ ફેબ્રુઆરીના રોજ તેમનું રાજીનામું મંજુર કરવામાં આવ્યું હતું.ત્યારે હજારો નાગરિકોની સેવા કરનારા ડોક્ટરે રાજીનામું આપતા સરકારી દવાખાનામાં મોટી ખોટ આ ડોક્ટર ની પડી રહી હોવાનું લોકો જણાવી રહ્યાં છે. અનેક પ્રમાણપત્રો થી લઈને અનેક કોરોના વોરિયર્સ ના પ્રમાણપત્રો તેમને મળેલા છે. ત્યારે ઋત્વિક આચાર્ય દ્વારા નોકરી છોડતાં અનેક દર્દીઓ ની પૂછપરછ પણ વધી ગઈ છે. બાકી વટ થી સેક્ટર – ૨ નું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નું દવાખાનું કોરોનાની મહામારી માં ધમધમતું રાખ્યું હતું. એક પણ રજા પોતે લીધી નથી, ત્યારે ઘણીવાર દેશમાં અને તંત્રમાં પણ એવા માણસો હોય છે, જેના કાર્યો હર હંમેશા યાદ રહેતા હોય છે.ડોક્ટર તો નોકરી છોડીને બીજી મોટી કંપનીમાં જતા રહ્યા પણ લિસોટા મૂકતા ગયા. એ જ ચહેરો અને દવાખાનામાં પ્રવેશ કરીએ એટલે ડોક્ટર આચાર્ય નજર સામે તરી આવે ત્યારે ઋત્વિક આચાર્ય ભલે મોટી હોસ્પિટલમાં જાેબ કરવા ગયા પણ મોટી હોસ્પિટલમાં નાણાં, પગાર ,તગડો મળશે પણ દુઆ ,લાગણી આ બધું સરકારી સિવાય ક્યાંય મળતું નથી. ત્યારે આવા જ એક આરોગ્ય અધિકારી ડોક્ટર કલ્પેશ ગોસ્વામી સાથે તેમણે કામ કર્યું હતું. કલ્પેશ ગોસ્વામીએ પણ મનપામાં સારી એવી સેવા અને અનેક ફરિયાદોનો તત્કાલ નિકાલ લાવવામાં પાવરફુલ સાબિત થયા છે. ત્યારે ઋત્વિક આચાર્યની ખોટ આરોગ્ય અધિકારીને પણ લાગી રહી છે, તેમાં બેમત નથી, બાકી કોરોનાની મહામારી માં કરેલ કામ તે આજે પણ નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે.