ભારતના વડાપ્રધાન કમલમ ખાતે કાર્યકરોને સંબોધી રહ્યા હતા ત્યારે આ સાંસદ નસકોરા બોલાવતા હતા,

Spread the love

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પોતે ૨ દિવસીય ગુજરાતના પ્રવાસે છે, ત્યારે કોબા (કમલમ) ખાતે હજારો કાર્યકરોને પોતે સંબોધીને પ્રજાના વિકાસના કાર્યોનો મંત્ર આપી રહ્યા હતા. ત્યારે કરોડો નહીં આબજાેની ગ્રાંન્ટો ગુજરાતના વિકાસ માટે કેન્દ્રથી આવી રહી છે, તે પીએમ તથા કેન્દ્રીય ગૃહમંત્રીની દેન છે. ત્યારે જે ગુજરાતનો થયેલો ઝડબેસલાક વિકાસ પણ તેમને આભારી છે. ત્યારે કમલમ ખાતે સાંસદ,ો મંત્રીઓ, હોદ્દેદારો, ને સંબોધી રહ્યા હતા, ત્યારે એક ટાંકણીનો પણ અવાજ ન આવે તેવું વાતાવરણ હતું. એ સૌ લોકો તેમના વક્તવ્યને સાંભળી રહ્યા હતા. ત્યારે એક મહાનુભાવ સાંસદ નસકોરા બોલાવતા હતા, ત્યારે પીએમના વક્તવ્ય સાંભળવા ટાંકણી જેટલો પણ અવાજ ન આવે પણ આ સાંસદના નસકોરાનો અવાજ આવતો હતો.
ભારતના યશસ્વી વડાપ્રધાન આજે તમામ વક્તવ્યમાં પ્રજાના કામોના વિકાસ માટે જે ગ્રોથ એન્જીન રજૂ કરી રહ્યા હતાં, ત્યારે આ મહાનુભાવ શાંતિથી સુઇ રહ્યા છે. ત્યારે આવી રીતે સુઇ જનારા પ્રજાના કામો કરશે ખરા? સાહેબે જે લેશન આપ્યું તે તે ખબર જ નથી, તસ્વીરમાં આ નેતા કોણ? જે સુઇ ગયા છે. ત્યારે આ સાંસદ ભરતસિંહ ડાભી હોવાની ચર્ચા થઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *