પીએમ મોદી ઈન્દિરા બ્રિજથી SP સ્ટેડિયમ સુધી કરશે ત્રીજો રોડ શૉ ?

Spread the love

અમદાવાદ

પીએમ નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે છેલ્લો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્રમોદી રાજભવન થી નવરંગપુરા સ્ટેડિયમ સાંજે છ વાગ્યે પહોંચશે. આ રુટ પર પણ ભાજપના કાર્યકર્તાઓ સહિત જનમેદની ઉમટી પડશે તેમાં કોઇ નવાઇ નહી. ત્યારે શક્યતા છે કે ફરી એકવાર પીએમ મોદી ખુલ્લી જીપમાં સવાર થઇ શકે છે. લોકોનો પ્રેમ અને સ્નેહ જોતા પીએમ મોદી ત્રીજો રોડ શો કરી શકે છેતેવી શક્યતા નકારી શકાય તેમ નથી.તેઓ દહેગામ રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતા. ત્યારબાદ ત્યાંથી તેઓ ઇન્દિરા બ્રિજ થઇને સરદાર પટેલ સ્ટેડિયમ પહોંચશે. ત્યાં તેઓ ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે.

પીએમ મોદીના બે રોડ શો જોયા બાદ લાગી રહ્યું છે કે ત્રીજો રોડ શો પણ યોજાઇ શકે છે.કારણ કે સ્ટેડિયમ જવાના રુટ પરર વેલકમ પીએમ મોદીના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. વળી ભાજપના કાર્યકરો પણ પીએમ મોદીને આવકારવામાં માટે તૈયારીઓમાં લાગી ગયા છે.રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ બાદ તેઓ સીધા સરદાર પટેલ સ્ટેડિયમ પહોંચશે. ઇન્દિરા બ્રિજ થઇને તેઓ સરદાર પટેલ સ્ટેડિયમ પહોંચવાના છે તે રુટ પર ભાજપના કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવશે. મહત્વનુ છે કે અહીં તેઓ સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે. જે માટેની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. 11 માર્ચ સાંજે ગૃહરાજ્યમંત્રી અને રમત ગમત મંત્રી હર્ષ સંઘવી દ્વારા સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ ગ્રાન્ડ રિહર્સલ પણ કરવામાં આવ્યુ હતું.સરદાર પટેલ સ્ટેડિયમમાં પીએમ મોદીના આગમનને પગલે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. સ્ટેડિયમમાં લાઇટિંગ અને સ્ટેજ ઉભા કરવામાં આવ્યા છે. જ્યારે કાર્યક્રમ શરૂ થશે ત્યારે સમગ્ર સ્ટેડિયમ લાઇટોથી ઝળહળી ઉઠશે. આ સાથે જ રંગારંગ કાર્યક્રમો, ખેલાડીઓ સાથે વિશેષ કાર્યક્રમોનું આયોજન પણ કરાયું છે. જેમાં 1100 કલાકાર પર્ફોમન્સ કરવાના છે. સ્ટેડિયમમાં 50 હજારથી વધારે લોકો હાજર રહેશે. જ્યારે પાંચ લાખ લોકો ઓનલાઇન આ કાર્યક્રમ નિહાળશે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને હર્ષ સંઘવી પણ કાર્યક્રમમા હાજર રહેશે. આ સમયે સુરક્ષામાં ચૂક ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ખેલ મહાકુંભના કાર્યક્રમને લઈ સ્ટેડિયમથી એરપોર્ટ સુધી અભેદ લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 3697 પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં જોડાયા છે. સરદાર પટેલ સ્ટેડિયમ પર 1 આઇજી, 5 ડીસીપી, 9 એસીપી, 35 પીઆઇ, 157 પીએસઆઇ, 615 પોલીસકર્મીઓ મળી કુલ 822 પોલીસકર્મીઓ તૈનાત છે. જ્યારે એરપોર્ટથી સ્ટેડિયમ સુધી એક-એક આઇજી, આઠ ડીસીપી, 14 એસીપી, 41 પીઆઇ, 110 પીએસઆઇ અને પોલીસકર્મીઓ હાજર છે.

રાજભવનથી દહેગામ રક્ષા શક્તિ યુનિવર્સિટી સુધી પીએમ મોદીનો બીજા દિવસે પણ ભવ્ય રોડ શો યોજાયો

ભાજપના કાર્યકરો તથા જનતાનું અભિવાદન ઝીલીને પીએમ મોદી દેહગામ પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ પણ હાજર રહ્યા હતા. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટમાં પ્રથમ પદવીદાન સમારોહ છે. જ્યાં 1090 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી, તેમજ 38 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અપવામાં આવ્યા. અને 13 વિદ્યાર્થીઓને ડૉક્ટરેટની ડિગ્રી આપવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com