ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે બધા જ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પોતાના માતૃશ્રી ને મળવા રાયસણ સ્થિત ઘરે ગયા હતા. ત્યારે તેમને પ્રણામ અને પગે લાગીને આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હતા. ત્યારે મા હીરાબા સાથે ભોજન લીધું હતું. કહેવત છે ,કે મા ને દીકરો આવતો વ્હાલો લાગે, દીકરો ઘરે આવી જાય એટલે આવી ગયો બેટા, ઘડપણમાં આ આંખો તેને જ ખોજતી હોય છે. ત્યારે ભારતના વડાપ્રધાન આજે વિશ્વમાં પણ સારી એવી નામના ધરાવે છે. ત્યારે કહેવત છે, કે ધરતીનો છેડો એટલે ઘર, ત્યારે માના ચરણોમાં જે શાંતિ છે, તે ક્યાંય નથી, આજની પેઢી આશીર્વાદ અને પગે લાગવાથી પણ દૂર થઇ રહી છે. ત્યારે યશસ્વી એવા વડાપ્રધાનનું આટલું મોટું પદ છતાં માના આશીર્વાદ સિવાય કશું જ નથી, તેમના આશીર્વાદ અને દુઆ સિવા કશું જ મળે નહીં, ત્યારે આ તસવીર આજની પેઢી માટે પણ ઘણું બધું કહી જાય છે, કે સિનિયર સિટીઝનોને સાચવો, તેમના આશિર્વાદ લો, આજે હીરાબા, કમળાબા એવું નામ ભારે પ્રચલિત અને ડંકો વગાડતું છે, હીરાબા અને કમળાબા નું નામમાં ખૂબ જ મહેનત, પોતાના પાસે કશું જ નહીં, સંતાન અને પરિવાર માટે બધું જ કરી છૂટવાની ભાવના એટલે હીરાબા અને કમળાબા, આજે આ નામ ગુંજતું થયું છે.
GJ-18 માં રાયણના હીરાબા, વાવોલ ના કમલાપુંજના કમળાબા, કોલવડા ના કમળાબા ની મેલડી આવી અનેક માતાઓએ ભારે મહેનત કરીને સંતાનો ને તથા પરિવાર માટે અથાગ પ્રયત્નો કરેલા છે. અત્યારે તસવીરમાં ભારતમાંPM માં સાથે બેસીને જે ચર્ચા કરી રહ્યા છે, તેય આજની પેઢી એ આ ફોટો જાેવા જેવો છે. ઘરડા મા-બાપને એકવાર સાથે બેસો, વાતો કરો, દવાની જરૂર ક્યારે ઘરડાઓને નહીં પડે, એકવાર જાદુ કી જપ્પી મા-બાપને કરો, તેમની વાત સાંભળો, જુઓ તસવીરમાં પી.એમ મોદી પોતે હીરાબાને સાંભળી રહ્યા છે, ત્યારે આનાથી ઉચ્ચ પદે તો આપણે નથી ને ? માં એ મા બીજા બધા વગડાના વા, ત્યારે વાવોલના એક ઉદ્યોગપતિ ના નામકીત હોવા છતાં માં પોતે દૂધ લેવા જાય, માં એ પોતે પોતાનો દીકરો ગમે તે ઉમરે નાનો જ લાગે, એકવાર મા-બાપ સાથે જમવાનું લો, પગે લાગો, તેમને કઈ જાેઈએ છે,પૂછો, તેમની વાતોને ધ્યાનથી સાંભળો, તે ભારતના પી.એમ મોદી જે સાંભળી રહ્યા છે, તે તમામ માટે આ ફોટો ઘણું જ બધુ કહી જાય છે. ત્યારે આજના સિનિયર સિટીઝનોને ફક્ત મને પૂછે એટલે રાજી રાજી,