અમદાવાદમાં વિવાદનું કેન્દ્ર બનેલા બળાત્કારના આરોપી કહેવાતા બાબા નિત્યાનંદ દેશ છોડીને નાસી ગયાના સમાચાર તો સૌ કોઇ જાણે છે. લેટેસ્ટ માહિતી મુજબ આ બાબાએ દુનિયાના નકશા પર પોતાનો કહેવાતો નવો દેશ સ્થાપ્યો હતો. દક્ષિણ અમેરિકામાં ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચેના એક ટાપુને બાબાએ પોતાની માલિકીનો નવેા દેશ જાહેર કર્યો હતો. આ દેશને પોતે કૈલાસા નામ આપ્યું હોવાનું સ્થાનિક મિડિયાને કહ્યું હતું. અમદાવાદ પૂર્વમાં આવેલી ડીપીએસ સ્કૂલના કેમ્પસમાં બાબાએ પોતાનો આશ્રમ સ્થાપ્યો હતો અને ત્યાં બાળકો તેમજ કિશોરીઓનું જાતીય શોષણ કરવામાં આવતું હતું. આ આશ્રમ છેલ્લા થોડાક દિવસથી સતત મિડિયાને કેન્દ્રમાં હતો. બાબાની બે મહિલા સહાયક હાલ ગુજરાત પોલીસના કબજામાં છે. અન્ય બાળકો અને કિશોરીઓને મુક્ત કરવામાં આવી હતી. આ બધી દોડઘામનો ગેરલાભ લઇને બાબા નાસી ગયા હતા. અગાઉ આ બાબા દક્ષિણ ભારતમાં એક ફિલ્મ અભિનેત્રી સાથે પલંગ પર મોજ કરતાં ઝડપાયા હતા. ત્યાંથી નાસતા ફરતા છેલ્લા થોડા સમયથી અમદાવાદમાં હોવાની વાતો વહેતી થઇ હતી.
નિત્યાનંદે બનાવ્યો પોતાનો નવો “કૈલાસા” દેશ
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments