કેન્દ્રના પ્રધાન મંડળે એની આજે સવારે મળેલી બેઠકમાં લોકસભા અને વિધાનસભાઓમાં પછાત વર્ગો અને આદિવાસીઓ માટેની અનામતને દસ વર્ષ માટે લંબાવી હતી.
આ પહેલાં 2009માં એને દસ વર્ષ માટે લંબાવવામાં આવી હતી. હવે 2019માં બીજાં દસ વર્ષ માટે એને લંબાવવામાં આવી હતી. ભારતના બંધારણની 334 મી કલમ હેઠળ આ જોગવા ઇ દસ વર્ષ માટે કરાઇ હતી.
ત્યારબાદ એને બીજા દસ વર્ષ માટે લંબાવવામાં આવી હતી. આ જોગવાઇને મનમોહન સિંઘની યુપીએ સરકારે 2009માં દસ વર્ષ માટે લંબાવી હતી. યુપીએની એ જોગવાઇ 2020ના જાન્યુઆરીની 25મીએ પૂરી થવાની હતી. હવે એનડીએ સરકારે બીજાં દસ વર્ષ માટે લંબાવી છે.