દેશમાં કૂર્મી ક્ષત્રીય સમસ્ત પાટીદાર દરેક રાજ્યમાં વસેલા છે. ત્યારે ગુજરાત ખાતે એવા ય્ત્ન-૧૮ના અડાલજ ખાતે કૂર્મિ ક્ષત્રીય પાટીદાર મહાસાભાનો મુખ્ય ઉદ્દેશ સંસ્થાનો વિકાસ તેમજ તેના માધ્યમથી સમગ્ર રાજ્યના પાટીદાર ભાઇ બહેનો અને ખાસ કરીને યુવાનોના સર્વાંગી વિકાસ માટેનો છે,
આ હેતુથી અડાલજ ખાતે ર્માં અન્નપૂર્ણામાં મંદીર, અન્નપૂર્ણા મંદીરની સામે ર્માં અન્નપૂર્ણા ભોજન શાળા, જે ફક્ત ૨૦ રૂપિયામાં ભોજન આપતી આખા GJ-18 જિલ્લામાં નંબર વન સંસ્થા તરીકેનું બિરુદ મળે છે. ભૂખ્યાને ભોજન અને નહીં નફો અને ભલે થાય નુકશાન પણ ફક્ત ૨૦ રૂપિયામાં ભોજન શરૂ કરતાં લાઇનો લાગે છે. ત્યારે અડાલજના અન્નપૂર્ણા મંદીર ખાતે ગુજરાત કૂર્મી ક્ષત્રિય સમાજ પાટીદાર મહાસભાની મીટીંગ યોજાઇ હતી. જેમાં આગામી દિવસોમાં સમાજલક્ષી બીજા કાર્યક્રમો યોજાશે તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે આ મિટિંગમાં મગનભાઇ પટેલ, ડો. હિમાશુંભાઇ પટેલ તેમજ હોદ્દેદારો તથા મહાનુભાવો હાજર રહ્યા હતાં.