અમદાવાદમાં કોરોનાની લહેર ઓછી થઈ ગઈ છે પરંતુ ગરમીએ આ વર્ષે અમદાવાદીઓના હાલ બેહાલ કર્યા છે એક સમયે ઠંડા પીણાથી કોરોના થશે એવી માનસિકતા વહેતી થઈ હતી ત્યારે આ વર્ષે ઠંડા પીણા સહારે લોકો જિંદગી જીવી રહ્યા છે. અમદાવાદમાં આવક ઊભી કરવા મહારાષ્ટ્રથી લોકો આવી ગયા છે. ૨૫ વર્ષથી ધંધા ઠપ્પ હતા, અમદાવાદમાં રહે છે પરંતુ ચાલુ માર્ચ મહિનામાં તેવું સાથે બિઝનેસ કર્યો હોય લોકો કહી રહ્યા છે.
આ વર્ષે માર્ચ મહિનાની મધ્યમાં જ ગરમીને કારણે લોકો તોબા પોકારી ગયા છે જેને કારણે સૌથી વધુ વેચાણ શેરડીનાં રસ અને છાશનું થયું છે. આ અંગે શેરડી વેચતા પાંડુરંગના કહેવા પ્રમાણે તેઓ નાસિક થી શેરડી લાવે છે.
અમદાવાદમાં છેલ્લા ૧૦ વર્ષથી ધંધો દરમિયાન તેમને સૌથી વધારે ધંધો ગરમીના દિવસો થાય છે આમ તો તેઓ મજૂરો છે પરંતુ ખેતીમાં કામ કરવાથી એટલી ઉપજ નથી થતી તેને કારણે તેઓ અમદાવાદમાં આવીને કામ કરે છે અને શેરડી સરળતા થી મળી રહે છે એટલે આ ધંધો કરે છે. આ અંગે સ્થાનિકો ના કહેવા પ્રમાણે શેરડી નો રસ હાલ..ગરમી માં શક્તિવર્ધક લાગે છે કારણે શેરડી ના રસમાં થોડું ગળપણ હોય છે જેને કારણે ગરમી સાથે રાહત મળે છે.યુ પી અને મહારાષ્ટ્ર ના લોકો કરે છે શેરડીનો ધંધો કરે છે ત્યારે હવે ગુજરાતમાંથી દેવીપૂજકો એ ધંધામાં ઝંપલાવ્યું છે. GJ-1,GJ-18 ખાતે યુપી, મહારાષ્ટ્રથી ટ્રેનો ભરી ભરી અને મુસાફરોને ઠલવી રહી છે. ત્યારે શેરડીનો રસ પીવડાવતાં આ મજૂરો રોજના ૨૫ર્ થી ૩૦૦૦ કમાય છે જેASI,IPS નો પગાર ગણીએ તો ૭૫ હજાર થી ૯૦ હજાર થાય, અને ત્રણ-ચાર મહિનામાં ચારથી પાંચ લાખ રૂપિયા કમાઇને જતા રહે છે. ફેબ્રુઆરી મહિનામાં આવ્યા બાદ જુલાઇ ના એન્ડ માં પોતાના વતન પાછા ફરે છે ત્યારે હવે ગુજરાતના દેવીપૂજકો દ્વારા પણ ખેડૂતના પરેશ અને મહારાષ્ટ્રના ચરખા લાવીને તમામ હાઈવે રોડ રસ્તા પર ધંધામાં જમાવટ શરૂ કરી દીધી છે. તગડો નફો તથા પહેલા દસ રૂપિયાના ગ્લાસ હતો હવે ૨૦ રૂપિયામાં વેચાય છે એક શેરડીના શાઠામાંથી દસથી વધારે ગ્લાસ બને , અને તેમાં બરફ એટલે નફો જ નફો, હા ફેરવાની મહેનત છે, ઈલેક્ટ્રીક શેરડીના સંચા કરતાં બાકડા ના સંચા માં બનાવેલો રસનો સ્વાદ અને ટેસ્ટ અલગ જ છે. ગુજરાત ની કમાણી ગુજરાતમાંથી લઈને યુપી તથા મહારાષ્ટ્રમાં તગડી ભેગી થઈ રહી છે. કોરોનાની મહામારી બાદ દબાયેલી સ્પ્રિંગ ઉછળી છે, ઠંડુ પીવા થી દુર રહેતાGJ-1,અને GJ-18 ના રહેવાસીઓ આ વખતે આઈસ્ક્રીમ, છાશ ,દહી, શીખંડ, મઠો, થી લઈને કેરીનો રસ વધારે ઝાપટી જાય તો નવાઈ નહીં, ત્યારે રસના કોલાઓ ની સંખ્યામાં પણ હવે તોતિંગ વધારો જાેવા મળી રહ્યો છે.