અમદાવાદ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમ વીર સિંહ તથા નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય આર. મંડલીક અમદાવાદ શહેર વિસ્તારમાં બનતા ગુન્હાઓના ભેદ ઉકેલવા સારૂ સુચના તથા માર્ગદર્શન હેઠળ પો.ઈન્સ. જે.એન.ચાવડા તથા સ્કોડના પો.સ.ઈ. એ.પી.જેબલીયા, તથા જે.ડી.પ્રજાપતિ તથા સ્ટાફના માણસો દ્વારા બાતમીના આધારે કુબેરનગર હરીયાળી પાન સેન્ટર સામેથી પ્રતિક ઉર્ફે અંઘો સ/ઓ પ્રવિણભાઇ પાનવેકર તેના કબજાની રોકડ રકમ રૂ.૧,૦૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતાં. જે મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.પકડાયેલ ઇસમની પુછપરછ કરતાં ગઈ તા.૧૧/૦૩/૨૦૨૨ના રોજ પોતે તથા પોતાના સાથીદાર શીવકરણ રાજપુત એક અપાચી બાઈક લઈને સરખેજ બાજુ જતા જયાં બપોરના ચારેક વાગ્યાના અરસામાં સરખેજ ઉજાલા સર્કલ બાવળા રોડ ઝલક કોમ્પ્લેક્ષ સામે એક એકટીવાના ચાલકે અંદર પૈસા ભરેલ પાકીટ મુકતાં તેનો પીછો કર્યો હતો થોડે આગળ એકટીવા વાળા એકટીવા મુકીને ગયેલ, તે વખતે બન્ને જણાએ એકટીવાની ડેકી ખોલી નાંખેલ તેમજ પાકીટ સાથે રૂ.૪,૯૯,૦૦૦/- રોકડની ચોરી કરેલાની કબુલાત કરી હતી. જે આધારે તપાસ કરતાં સરખેજ પો.સ્ટે.ના ગુના રજિસ્ટરમાં ઈ.પી.કો.કલમ- ૪૬૧, ૩૭૯, મુજબનો ગુનો દાખલ થયો હતી.આરોપી પ્રતિક દસેક વર્ષ પહેલાં સરખેજ પો.સ્ટે.ના ડેકીચોરીના ગુનામાં તથા વર્ષ-૨૦૨૧ માં નરોડા પો.સ્ટે.ના ગાડીના કાચ તોડી ગાડીમાંથી ચોરી કરવાના ગુનામાં પકડાયેલ છે.
આંગડીયા પેઢીના નામે ચીટીંગના મુંબઇના ગુનામાં વોન્ટેડ આરોપીને પણ ક્રાઈમ બ્રાન્ચે પકડ્યો છે.પો.ઈન્સ. જે.એન.ચાવડા તથા સ્કોડના પો.સ.ઈ. એ.પી. જેબલીયા તથા સ્ટાફના માણસો દ્વારા અમદાવાદ વિસ્તારમાં કે.પી.સંઘવી આંગડીયા પેઢીનું નામ આપી અન્ય પેઢીમાં નાણાંનો હવાલો આપવાના બહાને રૂ ૨૦,૦૦,૦૦૦/-ની રકમનું ચીટીંગનો બનાવ બન્યો હતો જે અંગે મુંબઈ પાયધોની પોલીસ સ્ટેશનના ગુરનં-૨૫/૨૦૨૨, ઈ.પી.કો. કલમ-૪૨૦, ૪૧૯, ૩૪ મુજબના ગુનો દાખલ થયો હતો તે ગુનાના વોન્ટેડ આરોપી મોડસીંગ ઉર્ફે વિકમસીંગ સ/ઓ પીરસીંગ રાજપુરોહીત, ઉ.વ.૪૫, રહે. હાલ-આર.કે.એસ્ટેટ, ગોમતીપુર, અમદાવાદ મુળવતન ગામ-મોદરા તા.ભીનમાલ, જી.ઝાલોર, રાજસ્થાન બાબતે સાથેના હે.કો. સંજય અભેસિંહ તથા હે.કો. વિજયસિંહ દલપતસિંહની બાતમી આધારે આરોપીને ગોમતીપુર આર.કે. એસ્ટેટ ખાતેથી પકડી મુંબઇ પોલીસને સોપવામાં આવેલ છે.
સોનાની ચેઈનની ચોરી બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર સી.બી.ટંડેલ , સ્કર્વાડના પો.સ.ઇ. વાય. જી. ગુર્જર, પો.સ.ઈ. પી.બી.ચૌધરી અને સ્કર્વાડના માણસો સ્ટાફના હે.કો. મહેન્દ્રસિંહ ગુલાબસિંહ તથા હે.કો.કિરણકુમાર ચંદુભાઈ ને મળેલ ચોક્કસ બાતમી આધારે નોબલનગર ઘનશ્યામનગર સોસાયટી ત્રણ રસ્તા પાસેથી એક આરોપી હરજી સન/ઓ દોલતભાઇ હેમાભાઇ સોલંકી,સરદારનગર ખાતે પકડી પાડી તેની પાસેથી એક સોનાની ચેઇન કિ.રૂ.૪૨૦૦૦/- તથા એક સોનાનુ પેન્ડલ કિં.રૂ.૯૦૦૦/- મળી કુલ કિંમત રૂપિયા ૫૧૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યાં અને જે મુદ્દામાલ તેણે ચોરી અગર છળકપટથી મેળવેલ હોવાનું જણાઈ આવતાં, આ મુદ્દામાલ સી .આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે લઇ આ આરોપીને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ અટકકરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.બાપુનગર પો.સ્ટે ચોપડે ઈપીકો કલમ ૩૭૯,૧૧૪ ગુનો નોંધાયો છે તેના સાગરિતે બપોરના સમયે અજીતમીલ ચાર રસ્તાથી સોનીની ચાલી વચ્ચે રસ્તામાં એક રાહદારી બહેન જતાં હોય, તેઓ સાથે વાતચીત ચાલુ કરેલ તેમજ બેનને આગળ જવાનું હોય. જેથી એ.એમ.ટી.એસ આજે બંધ છે, તમને બસ નહી મળે આગળ રીક્ષામાં બેસાડી દઈએ તેમ જણાવી વાતચીત દરમ્યાન આ બહેનના ગળામાં પહેરેલ સોનાની ચેઇન કાઢી લીધેલ હોવાની કબુલાત કરી હતી. પકડાયેલ આરોપીએ આ સિવાય અન્ય આવા પ્રકારના ગુનાઓ આચરેલ છે કે કેમ ? તે બાબતે તેની સઘન પુછપરછ તપાસ ચાલુ છે.