અમદાવાદ
આજે પૂર્વઝોન ટેક્ષ ખાતા તરફથી સીલની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વ્યાજ માફી સ્કીમ આપવા છતાં ઘણા સમયથી મિલકત વેરો નહી ભરનાર ઉદાસીન કરદાતાઓ સામે જૂના કર વેરા વસૂલવા બાકીદારોની મિલકતો સીલ કરવાની કાર્યવાહીમાં પૂર્વઝોનના જુદા જુદા વોર્ડમાં કુલ- ૨૧૦ મિલકતોને સીલ મારવામાં આવેલ છે, જે પૈકી મોટી રકમન કોમ્પલેક્ષ જેમ કે
સહજાનંદ કોમ્પલેક્ષ, નિકોલ,
કર્મભૂમિ કોમ્પલેક્ષ, નિકોલ,
ન્યુ ઉદય કોમ્પલેક્ષ, નિકોલ,
મુક્તિધામ એસ્ટેટ, નિકોલ,
શિવમ એસ્ટેટ, ઓઢવ,
ગણેશ પાર્ક, ઓઢવ,
શંકર શોપીંગ સેન્ટર, ઓઢવ,
ગુપ્તા ચેમ્બર્સ, ઓઢવ,
મંથન ૨૨૨, વીંઝોલ,
શ્રીનાથ સાર્થક, ઓઢવ,
સૂર્યમ ઇન્ડ.પાર્ક, ઓઢવ,
સગુન, નિકોલ,
સફલ, રખિયાલ,
મનોહર વિલા, નવા નિકોલ,
સોહમ કોમ્પલેક્ષ, ઓઢવ,
શિખર એવન્યુ, નિકોલ,
સંસ્કાર એસ્ટેટ, ઓઢવ,
અનમોલ એસ્ટેટ, ઓઢવ,
પુષ્પમ ઇન્ડ. , વટવા જી.આઈ.ડી.સી. ,
આદીશ્વર ગોલ્ડ, વસ્ત્રાલ
જે પૈકી મોટી રકમનો સમાવેશ થાય છે. આજ દિન સુધી કુલ – ૧૫૯૧ મિલકતોને સીલ તથા ૧૧૬૫૮ મિલકતોને સીલીંગ અંગે છેલ્લી ચેતવણીની નોટીસો પાઠવેલ છે. મ્યુનિસિપલ ટેક્ષ નોટીસો કે ચેતવણીઓ પ્રત્યે બિન ગંભીર ડીફોલ્ટરો સામે જરૂરી પડ્યે આવી મિલકતોના પાણી, ડ્રેનેજ કનેક્શન પણ કાપવા સાથે જરૂર જણાયે મિલકતો ટાંચમાં લઈ હરાજી સંબંધિત પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આવા ડીફોલ્ટરોને તાત્કાલીક મિલકત વેરો ભરવા અંગે તાકીદ કરવામાં આવે છે. આ સીલીંગ કામગીરીને કારણે પૂર્વઝોન ટેક્ષ ખાતે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ નો લક્ષ્યાંક રૂ. ૧૩૦.૦૦ કરોડ પણ પૂર્ણ થયેલ છે. જે અત્યાર સુધીના કોઈપણ નાણાકીય વર્ષની મહત્તમ આવક છે.