ભાજપ સરકારમાં માત્ર બે વર્ષમાં અમદાવાદ – ગાંધીનગરમાં જ 17422 વૃક્ષોનું નિકંદન કાઢી નખાયું : મનીષ દોશી

Spread the love

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશી

અમદાવાદ

“પર્યાવરણ બચાવો, વૃક્ષ બચાવો”ની માત્ર જાહેરાતો અને વાતો કરતી ભાજપ સરકારમાં વિકાસનાં નામે હજારો વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું છે. વૃક્ષોનાં આડેધડ છેદન મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય વન દિવસે મોટી મોટી વાતો કરતી ભાજપ સરકારમાં વિકાસના નામે બેફામ વૃક્ષો કપાઈ રહ્યા છે બીજી બાજુ, વનીકરણને નામે મેળા-ઉત્સવો થઇ રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં માત્ર અમદાવાદ – ગાંધીનગરમાં જ ૧૭૪૨૨ જેટલા વૃક્ષો નિકંદન કાઢી નાખવામાં આવ્યું. સમગ્ર રાજ્યમાં ભાજપ સરકારના આશીર્વાદથી વિકાસના નામે મોટાપાયે વૃક્ષો કપાઈ રહ્યા છે.વડએ વૃક્ષ રાષ્ટ્રીય કક્ષાએ સંરક્ષિત હોવા છતાં ગુજરાતમાં વર્ષ ૨૦૨૧માં ૧૬૯ જેટલા વડ કાપી નાખવામાં આવ્યા. અધિકૃત આંકડા કરતા અનેક ગણા વૃક્ષોનું છેદનથી ગુજરાતના પર્યાવરણને ભારે નુકસાન થયું છે.

ગુજરાતમાં વર્ષ ૨૦૧૭નાં સર્વે પ્રમાણે ૩૩ જિલ્લામાં ૯,૩૬,૯૭૧ જેટલા વડ હયાત છે. વિકાસની આંધળી દોડમાં ભાજપ સરકારનાં શાસનમાં અમદાવાદમાં વર્ષ ૨૦૨૦-૨૧ માં ૧૬૯૫ અને વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૪૬૫ વૃક્ષ મળીને કુલ ૩૧૬૦ સત્તાવાર કપાયા જ્યારે ગાંધીનગરમાં વર્ષ ૨૦૨૦-૨૧માં ૨૫૮૯ અને વર્ષ ૨૦૨૧-૨૨ માં ૧૧૬૮૩ વૃક્ષ મળીને કુલ ૧૪૨૭૨ વૃક્ષો સત્તાવાર કપાયા છે જે પર્યાવરણ માટે ખૂબ જ ચિંતાજનક બાબત છે.ગુજરાતમાં દિનપ્રતિદિન ગ્રીનકવરમાં ઘટાડો થાય રહ્યો છે. ત્યારે છેલ્લા ૨૦૧૭ બાદ વડ માટેનો કોઈ સર્વે થયો નથી. સતત વધતા જતા તાપમાન એ મોટા પડકાર છે ત્યારે જંગલોની સાથે સાથે શહેરી વિસ્તારોમાં વિકાસનાં નામેં વૃક્ષો કાપવાની પ્રવૃત્તિને રોકવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com