GJ-18 ખાતે પણ કરોડોનો ટેક્સ નહીં ભરનારા સામે કમિશ્નર ક્યારે યાદી બહાર પાડશે?

Spread the love

 


GJ-18 એટલે ગુજરાતનું પાટનગર કહેવાય, ત્યારે આજે બાર વર્ષ પૂર્ણ થયા અને ત્રીજી મહાનગરપાલિકાની ચાલી રહી છે.પણ એવા ઘણીજ કચેરીઓ, વિભાગો છે, જ્યાં ટેક્સ કરોડોનો બાકી છે, બાકી ઉઘરાણી પઠાણી કરવા નીકળે તો છલોછલ ભરાઈ જાય મનપાની તિજાેરી, ત્યારે GJ-18 ખાતે નવાસચિવલય, જૂનું સચિવાલય, મોટાભાગની આવેલી સરકારી કચેરીઓ,હોસ્ટેલો,પાર્ટી પ્લોટો, સરકારી ડોમ, (સે-૧૭ખાતે), સરકારી આવાસો થી લઈને અનેક જગ્યાએ મોટા ભાગનુંOLD GJ-18 સરકારી કચેરીઓ ધરાવે છે ત્યારે સ્કૂલો, શાળાઓ, કોલેજાેમાં પણ ટેક્સ બાકી બોલે છે.ત્યારે GJ-1 AMC દ્વારા અનેક સંસ્થાઓથી લઈને રેલવે સ્ટેશન સુધીનો ટેક્સ બાકી બોલે છે. ત્યારે GMC દ્વારા મોટા ડીફોલ્ડ ની યાદી બહાર પાડી છે.
મહાનગરના મોટા ડિફોલ્ટર્સની બહાર પડી યાદી જે ત્યારે મહાપાલિકાનો કરોડો રૂપિયાનો ટેક્સ હજુ બાકી બતાવે છે.ગુજરાત યૂનિ.ના ગાંધી કોર્પો.નાં ૧૨ કરોડ બાકી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ૧૦૨ જેટલા મોટા ડિફોલ્ટરોની યાદી જાહેર કરવામાં આવી છે જેઓએ કરોડો રૂપિયાનો ટેક્સ હજુ સુધી ભર્યો નથી અથવા તો ટેક્સ ભરવાની દાનત નથી દર્શાવી. આ યાદીમાં સૌથી મોખરે નામ છે ગુજરાત યુનિવર્સિટીના ગાંધી કોર્પોરેશનનું. જેમનો ૧૨ કરોડ રૂપિયાનો ટેક્સ બાકી છે. વધુમાં ગુજરાત જીનિંગ કંપનીનો સૌથી વધુ ટેક્સ બાકી છે તો ગ્રીન ક્રોસ સોસાયટી, શેઠ મંગલદાસ, વેસ્ટન રેલવે ઉપરાંત રાજનગર કોર્પોરેશન પણ ડિફોલ્ટરની યાદીમાં છે.
મહાનગર પાલિકાએ બાકી પ્રોપર્ટી ટેક્સ સિલિંગ મામલે એક મોટો અને મહત્વનો ર્નિણય કર્યો છે. મહાનગર પાલિકાએ ૧ લાખથી વધુની બાકી રકમ પર કાર્યવાહી માટે SOP બનાવવા સાથે વ્યાજ માફી અથવા બિલ રકમના બે હપ્તા કરવાનો એક જ ઓપ્શન આપવા ર્નિણય કર્યો છે. જેમાં પુરે પુરી રકમ ભરે તો વ્યાજ માફી મળશે. જે બે હપ્તા કરશે તો વ્યાજ માફ નહી થાય. આ મામલે સિલિંગની કાર્યવાહીનો ઝોન અધિકારીને રિપોર્ટ થશે. આવામાં જાે ગેરરીતિ સામે આવશે તો કાર્યવાહી થશે.
અત્યાર સુધીમાં ૧ લાખથી વધુ ટેક્સ બાકી હોય તેવી ૨૭૫૧ એકમો સીલ કરાયા છે. હવે આગામી સમયમાં ૫૦ હજારના ટેક્સ બાકી મામલે કાર્યવાહી થશે.
વ્યાજ માફી પણ હતી સ્કીમમાં
પહેલી ફેબ્રુ.થી મહાપાલિકા એ હાથ ધરેલી સીલીંગ ઝુંબેશ દરમિયાન છેલ્લા ત્રણ દિવસથી ૩૦૦થી વધુ એવી મિલકતો સીલ કરાઈ છે. AMCએ પ્રોપર્ટી ટેક્સમાં ૧ જાન્યુઆરીથી ૩૧ માર્ચ ૨૦૨૨ સુધી એમ ત્રણ મહિના માટે વ્યાજ માફી સ્કિમ અમલમાં મૂકી છે. માફીની રાહત અપાતી હોવા છતાં કેટલાક ટેક્સ પેયરો ટેક્સ ન ભરતાં કોર્પોરેશને આવા લોકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. ૧ ફેબ્રુઆરીથી સિલિગ ઝૂંબેશ શરૂ કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com