GJ-18 મનપા સમાવિષ્ઠ વિસ્તારોમાં ૧ થી ૩૦ સેક્ટરો આવેલા છે તેમાં પાટનગર યોજના એટલે કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ષો પહેલાં રંગમંચ બનાવ્યા હતા ત્યારે લગ્ન ,પ્રસંગોપાત આ જગ્યાનો ઉપયોગ થતો હતો, ત્યારે ૧૨ વર્ષથી મનપા અસ્તિત્વમાં આવતા નવા રૂપરંગાન સાથે પ્રજાના પૈસે કલર કરીને હવે પ્રજાના રંગ મંચમાં તગડા ભાડા વધારવા આવે પાટનગર યોજના પાસેથી તબદીલ કરીને મનપાની સોંપવામાં આવ્યા બાદ ૭૫% ભાડા વૃદ્ધિ સાથે હવે પછી ભાડું ૧૫ હજાર રૂપિયા થઈ જશે, ત્યારે સે-૨૪,૨૭, શ્રમજીવી થી લઈને મધ્યમ વર્ગના લોકો રહે છે, ત્યારે કોંગ્રેસના નગરસેવક અંકિત બારોટ સેક્ટર-૨૪ અને ૨૭ નું રંગમંચ પાટનગર યોજના વિભાગ પાસે રાખવામાં આવે તેવી લેખિત માંગણી કેબિનેટ મંત્રી માર્ગ અને મકાન ના પૂર્ણેશ મોદી સમક્ષ કરી છે. હાલ જે ભાડું છે, તે ૭૫ ટકાની વૃદ્ધિ સાથે ૧૫ હજાર થઈ જશે,
કોંગ્રેસના અંકિત બારોટ પ્રજાના પ્રશ્ને અને રંગમંચની આવનારા દિવસોમાં જરૂર પડવાની છે, પોતે તો સ્વર્ણિમ સંકુલ સુધી પીપુડી વગાડતાં પુણેશ મોદી સુધી પહોંચીને રજૂઆત કરી છે, ત્યારે ભાજપના ૪૧ નગરસેવકો ભલે ૭૫% ભાડુ વધી જાય તે મત ના હોય તેવું લાગે છે, ત્યારે આ સંદર્ભે અમારી જાણમાં આવ્યા મુજબ કોઈએ લેખિતમાં સરકારમાં વિરોધ દર્શાવ્યો નથી ત્યારે નગરજનો ના આ કોઈ પત્ર પણ પાઠવ્યો નથી, ભલે ભાડાં વધે, ત્યારે કોંગ્રેસના નગરસેવક જાગ્યા, અને ૪૧ ભાજપના આ પ્રશ્ને ભાગયા જેવો ઘાટ સર્જાયો છે.