ગુજરાતના સરકારના સચિવાલય સ્થિત વિભાગો તેમજ જિલ્લાકક્ષાની કચેરીઓમાં નિવૃત્તિની સામે નવી ભરતીની ટકાવારી માત્ર ૧૫ થી ૨૦ ટકા હોવાથી મોટાભાગના જગ્યાઓ ખાલી છે. ખાલી જગ્યાએ આઉટ સોર્સિંગથી નિયુક્તિ થતી હોવા છતાં મુખ્ય કામગીરીને માઠી અસર પડી છે. એક વિભાગમાં ઘણી જગ્યાએ એક અધિકારી બે થી ત્રણ ટેબલનું કામ સંભાળે છે. માર્ગ-મકાન વિભાગના આંકડા પ્રમાણે ૫૦ ટકા જગ્યાઓ ખાલી પડી છે. આ વિભાગના વર્ગ-૧માં ૨૦, વર્ગ-૨માં ૫૦૩ અને વર્ગ-૩માં ૨૮૮૨ જગ્યાઓ ખાલી પડી છે.સરકારે આ વિભાગમાં આઉટ સોર્સિંગથી ૩૨૭ જગ્યાઓ ભરી છે છતાં આઉટસોર્સિંગની હજી ૫૧૭ જગ્યાઓ ખાલી છે. આવી હાલત ઉર્જા, આરોગ્ય, વાહનવ્યવહાર, વન અને પર્યાવરણ, ગૃહ, સામાન્ય વહીવટ વિભાગ, શહેરી વિકાસ, પંચાયત અને શિક્ષણની જાેવા મળી છે.
પ્રતિવર્ષ ૧૪૦૦૦ થી ૧૬૦૦૦ કર્મચારીઓ ગુજરાતમાં વયનિવૃત્ત થાય છે જેની સામે વર્ષે ૧૦ થી ૧૨ ટકા જગ્યાઓ ભરવામાં આવે છે. ગુજરાતમાં વધારાના હવાલાથી ચાલતી જગ્યાઓની સંખ્યા ૨૫ ટકાથી વધારે છે. વિવિધ ભરતી એજન્સીઓ દ્વારા ભરતી મેળા કરવામાં આવે છે પરંતુ તે જગ્યાઓ ખૂબ ઓછી હોય છે જ્યારે નિવૃત્ત થનારા કર્મચારીઓની સંખ્યા હજારોમાં જાેવા મળી રહી છે.
ગુજરાતમાં મોટાભાગની સરકારી કચેરીઓમાં આઉટ શોર્શિંગ ભરતીના કારણે કામો ઉપર ભારે વિંટામણ સર્જી છે. ત્યારે નવી ભરતીમાં કાયમી કર્મચારીઓ હજુ બીજા ઉચ્ચકક્ષાએ જવા પરીક્ષાઓ મેડીકલ રજાઓ મૂકીને આવતા રહે છે, અને પાસ થાય તથા પોસ્ટીંગ મળે એટલે એ જગ્યા છોડી દેતાં આ જગ્યા ભરતા સરકારને વર્ષો વીતી જાય છે, ત્યારે પ્રજાના કામો નહીં થવાનું કારણ આ મોટું છે, ત્યારે જે ભરતી કરવામાં આવી તેના એક્કમ આંકડી પ્રમાણે નોકરી મેળવ્યા બાદ કેટલા લોકોએ નોકરી છોડી? તે યથાર્થ પ્રશ્ન છે. આજે સિવિલ હોસ્પીટલ ગુજરાતમાં તમામ જગ્યાએ આઉટ શોર્શિગ કંપનીઓનું વર્ચસ્વ વધી ગયું છે. મોટુ કામ અને મોટું નેટવર્ક હોવાથી બીજા કોઇને આ કંપનીઓ ઘૂષવા દેતી નથી, તથા ઉપરના કક્ષાએ અને સરકારી અધિકારી સાથે મોટું શેટીંગ ડોટ કોમ હોવાથી જ્યારે પણ ટેન્ડર બહાર પડે એટલે નીત નવી શરતો મૂકવાથી જેથી ભરતી કોન્ટ્રાક્ટર પાસે આ ડોક્યુમેન્ટ ન હોય, ત્યારે હવે પેટા કોટ્રાક્ટરનો મોટો ચીલો આવ્યો છે. ફક્તને ફક્ત હવે ટેન્ડર ભરવાનું લાગી જાય એટલસે પેતા તરીકે આપીને તગડી મલાઇ ખાવાની, એટલ કાગળ ઉપરનો વાઘ જેવો પણ ઘાટ સર્જાયો છે. નિવૃત્તિના માટે હવે મોટા ભાગના કર્મચારીઓ છે. ૨૦૨૪ માં તો અડધું-અડધ સરકારી કર્મચારીઓ રીટાયર્ડ થઇ જશે, ત્યારે આ કામના ભારણ ઘટાડવા બરતી નવી નહીં કરીને આઉટ શોર્શિંગતી થતું કામમાં અનેક કર્મચારીઓને પૂરો પગાર મળતો નથી,