બ્રાંન્ડેડ કંપનીનું પાંચ હજારનું પેન્ટ પહેર્યા કરતાં ભારતનું પાંચસોથી ૧ હજારનું પેન્ટ પહેરીને ખીસ્સામાં ચાર હજાર રાખવા શું ખોટા? થોડું ઘસાઇને ૪ હજારમાંથી ૨ હજાર જન્મદિને દિવ્યાંગ બાળકોને જમાડવાથી કેવું કુદરતનું વજન પડે છે, તે એકવાર જમાડીને જુઓ ઃ કમલેશ ચૌહાણ
આજની પેઢીને મોલ કરતાં સંસ્કાર મંદિરોમાં છે, તથા લક્ઝુરીયસ ગાડી, સાહેબી, બંગલામાં રહેવા છતાં જન્મદિન ગરીબ, દિવ્યાંગ બાળકો સાથે યોજીને નવી રાહ ચીંધનારા કમલેશ ચૌહાણને સત્ સત્ પ્રણામ,
આજની પેઢીને દયાભાવ, લાગણી, કમાવવા કરતાં આપવાની દાનત, આ સંસ્કાર આપવાની જરૂર છે, નીલકંઠ એટલે ભોળાના ભગવાન, ત્યારે ભોળા માનવીનું ગમે તેટલું વપરાય પણ ત્રણ ગણું ચક્રવુદ્ધી વ્યાજ સાથે પાછું આવેજ છે,
ગાંધીનગર
આજની પેઢી જન્મદિવસ હોય કે કોઈ તહેવાર તેની રાહ જાેઈને પૈસો કેમ ઉડાવવો અને મોભો કેમ બતાવવો તેમ રાચતી હોય છે, આજની પેઢીને કહો કે જન્મદિને સવારે મંદિરમાં અને દિવ્યાંગ બાળકોને ભોજન આપવા જવાનું છે, તો ટોણો ચઢી જાય, અને મોલમાં જવાનું કહો, તો તુરંત જ તૈયાર, ત્યારે અમદાવાદના બિલ્ડર એવા સેવાભાવી રત્ન કમલેશ ભાઈ ચૌહાણ દ્વારા પોતાના પુત્ર નીલકંઠ ના જન્મદિને એક અનોખી રાહ ચીંધી છે. ત્યારે આજના યુગમાં મોંઘીદાટ હોટલોમાં પાર્ટી આપી ને જન્મદિનની ઉજવણી કરતા અને હોટલોમાં તગડા બીલ ચૂકવીને ક્યારેય બીજા દિવસે આનંદ મળ્યો છે.ખરો ? ત્યારે એક કમલેશ એટલે કમળ બધે ખીલે અને જરૂરિયાત મંદોને સેવા માટે ઉભા રહે તે કમલેશ… બાકી સેવા કરીને ક્યારે લેશ માંત્ર અફસોસ ન કરતા કમલેશભાઈ એ તેમના પુત્ર નીલકંઠના જન્મદિને દિવ્યાંગ બાળકો સાથે જન્મદિનની ઉજવણી કરીને તેમની જમાડયા હતા અને પીરસનારા પણ પોતે, ત્યારે એક કહેવત છે ,કે આપેલુ, દીધેલું, ખવરાવેલું ક્યારેય ફોગટ જતું નથી, ચૌહાણ પરિવાર દ્વારા નીલકંઠના જન્મદિને દિવ્યાંગ બાળકોને પોતાના ફાર્મ હાઉસે બસની તમામ વ્યવસ્થા કરીને સેલિબ્રિટી ઉજવી હતી, ત્યારે આજ દિન સુધી આજની પેઢીએ જન્મદિન ઉજવી ને મોટી મોંઘીદાટ હોટલોમાં વટ પાડ્યો, પણ સંતોષ થયો ખરો ? એ સેલિબ્રિટી આજે યાદ છે,ખરી ? પણ હા, ચૌહાણ પરિવાર દ્વારા માનવતા માં એક સરસ પુણ્યનું કામ જે કર્યું છે તે ખરેખર બિરદાવવા લાયક છે, આજે દેશમાં લાખો નહીં કરોડો બાળકો ભૂખ્યા સુવે છે, દેશના વડાપ્રધાન થી લઈને અનેક લોકો આ પ્રશ્ને ચિંતીત છે, ત્યારે કમલેશભાઈ જેવી વ્યક્તિ એ આજે ૧૦૦ બાળકોને જમાડ્યા અને ગિફ્ટ જે જરૂરિયાત હતી તે પૂર્ણ કરી , આવું દરેક વ્યક્તિ વર્ષે દહાડે નાનું મોટું પુણ્ય નું કામ કરે તો દેશમાં કોઈ ભુખે સૂવે ખરું ? આજે ચૌહાણ પરિવાર દ્વારા બાળકોને જે ભોજન પીરસીને અન્ય મીઠાઈ, વાનગી જમાડી તે તેમને ક્યારેય મળતી નથી, કમલેશભાઈ ચૌહાણ હંમેશા જરૂરિયાત મંદ ની સેવામાં પહેલા આંગળી ઊંચી હોય છે,
આજે દિવ્યાંગ બાળકોના ચહેરા પર દુઃખો ભુલાવીને એક ખુશી અને હસતો ચહેરો લાવવો અઘરો છે, ત્યારે આ સરાહનીય કામ કરનારા ભામાશા ને સત સત વંદન, બાકી ગરીબો, દિવ્યાંગોને પ્રસંગોપાત, જન્મદિને જમાડીને તેની સાથે બેસીને વાતો કરીને તેની ખુશીઓમાં મદદરૂપ થવાથી જે અંદર ના દિલમાં રહેલી આત્મા જે ઠંડક પહોંચે છે. તે મોટી પાર્ટીઓ આપીને નથી પહોંચતી, ચલો કમલેશભાઈ એ તેમના પુત્ર નીલકંઠ માટે જે રાહ બતાવી તેમાં વધારે નહીં તો કાંઈ નહીં સુખી-સંપન્ન લોકો ચલો જન્મદિને પાંચ વ્યક્તિ એવા દિવ્યાંગોને જમાડે તો દેશમાં કોઈ સુવે ખરું?