રાજ્યના ગામ વિકાસ રાજ્યમંત્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ગરીબ પરિવારોને ઘરના ઘરનું સપનું પૂર્ણ થાય એ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબધ્ધે આયોજન કર્યું છે. રાજ્યભરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આગામી સમયમાં વધુ એક લાખ આવાસોનું નિર્માણ કરવાનો રાજ્ય સરકારે ર્નિણય કર્યો છે.આજે વિધાનસભા ખાતે રાજકોટ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મંજુર થયેલ આવાસોના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીએ કહ્યું કે રાજકોટ જિલ્લામાં આ યોજના હેઠળ વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૮૦ આવાસો મંજૂર કરીને ૧૫૩ આવાસો પુર્ણ કરીને લાભાર્થીઓને પૂરા પડાયા છે તેમણે કહ્યું કે, રાજ્યભરમાં છેલ્લા છ માસમાં ૭૩,૧૫૦ આવાસો મંજુર કરાયા છે તે પૈકી ૪૧ હજારથી વધુ આવાસો પૂર્ણ કરાયા છે.મંત્રી ચૌહાણે ઉમેર્યું કે, આ યોજના હેઠળ આવાસ મેળવવા ઈચ્છતા લાભાર્થી ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા હોવો જાેઈએ, વર્ષ-૨૦૧૧ના આર્થિક અભ્યાસ હેઠળ તેમનું નામ હોવું જરૂરી છે. ૧૦૦ ચો.મી પ્લોટ કે કાચુ આવાસ હોવું પણ જરૂરી છે. જેતે આ યોજના હેઠળ આવાસ સુવિધા પૂરી પાડવામાં આવે છે આ યોજના હેઠળ રૂ ૧.૨૦ લાખ ની સહાય, ૧૨ હજાર રૂપિયા શૌચાલય માટે, રૂપિયા ૨૦.૬૧૦ મનરેગા હેઠળ, મળી કુલ ૧,૫૨,૬૧૦ ની રકમ ચૂકવાય છે.પરિવારોને ઘરના ઘરનું સપનું પૂર્ણ થાય એ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબધ્ધે આયોજન કર્યું છે. રાજ્યભરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આગામી સમયમાં વધુ એક લાખ આવાસોનું નિર્માણ કરવાનો રાજ્ય સરકારે ર્નિણય કર્યો છે.
આજે વિધાનસભા ખાતે રાજકોટ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મંજુર થયેલ આવાસોના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીએ કહ્યું કે, રાજકોટ જિલ્લામાં આ યોજના હેઠળ વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૮૦ આવાસો મંજૂર કરીને ૧૫૩ આવાસો પુર્ણ કરીને લાભાર્થીઓને પૂરા પડાયા છે તેમણે કહ્યું કે, રાજ્યભરમાં છેલ્લા છ માસમાં ૭૩,૧૫૦ આવાસો મંજુર કરાયા છે તે પૈકી ૪૧ હજારથી વધુ આવાસો પૂર્ણ કરાયા છે.આ સહાય ત્રણ તબક્કામાં ચૂકવાય છે જેમાં પ્રથમ હપ્તાના રૂપિયા ૩૦ હજાર વહીવટી મંજૂરી મળ્યા બાદ, રૂપિયા ૫૦ હજાર બીજા હપ્તાના પ્લિન્થ લેવલનું કામ પૂરું થાય ત્યારે રૂપિયા ૪૦ હજારનો અંતિમ હપ્તો કામ પૂર્ણ થયા બાદ ચૂકવાય છે. લાભાર્થીઓ આવાસ નિર્માણનું કામ સમય મર્યાદા પહેલા પૂર્ણ કરે તો રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૨૦ હજારની રકમ પ્રોત્સાહન સ્વરૂપે ચૂકવાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.