ગાંધીનગર ખાતે આયોજિત કોંગ્રેસ યુવા સ્વાભિમાન રેલી માં વિધાનસભા વિરોધ પક્ષનાં નેતા સુખરામ રાઠવા, કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, ધારાસભ્ય સી.જે. ચાવડા જાેડાયા હતાં. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશી સહિત હિરેનભાઈ બેન્કર તથા પ્રવિણ પટેલ કોંગ્રેસનાં અગ્રણી જીગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસ પક્ષનાં કાર્યકર અને હોદ્દેદારોની ગાંધીનગર જી. ઁ. ઓફિસ ખાતે અટકાયત કરવામાં આવી.સરકારી નોકરીઓની ભરતીઓમાં પેપર ફૂટવાની ઘટનાઓ, સરકારી નોકરીની ભરતીઓ રદ થવી, રાજ્યમાં વધી રહેલી બેરોજગારી જેવા મુદ્દાઓના વિરોધમાં આજ રોજ યુવક કોંગ્રેસના ‘યુવા સ્વાભિમાન સંમેલન’ પહેલા ગાંધીનગર ઘ-૦ એથી પોલીસે કોર્ડન કરીને કોંગ્રેસ પક્ષનાં મુખ્યપ્રવક્તા ડૉ.મનીષ દોશી સહિતનાને અટકાયત કરી જિલ્લા પોલીસ વડા ગાંધીનગર કચેરીએ લઈ જવામાં આવ્યા. સમગ્ર ગુજરાતમાંથી ૩૦૦૦થી વધુ કાર્યકરોને મધ્યરાત્રિથી જ અટકાયત કરવામાં આવી હતી.વિધાનસભા સત્ર હાલ ચાલુ છે ત્યારે કોંગ્રેસ માટે આ કાર્યક્રમથી પ્રજાનો અવાજ બુલંદ કરવા ૨૮/૩/૨૨ ના રોજ ગુજરાતના બેરોજગાર યુવાનો માટે આજરોજ યુવા સ્વાભિમાન આયીજન કરવામાં આવેલું હતું.જેનો મંડપ ૦ન અડધો બંધાઈ ગયો હતો ત્યારે તંત્ર દ્વારા મંજૂરી ન મળતા અને કોંગ્રેસ દ્વારા આ રેલી આક્રમકતા સાથે યોજાયેલી પહેલા જ હોદ્દેદારોથી લઈને અનેક કાર્યકરો ની ધરપકડ રાત્રી થી લઈને સવારથી જ કરી લેવામાં આવી હતી.GJ-18 ખાતે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અરવિંદ સિંહ સોલંકી ની સવારે ધડાકા કરીને ડભોડા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા ત્યારે માણસા કોંગ્રેસના શહેર પ્રમુખ પિયુષ પંચાલ તથા કાર્યકરોની ધરપકડ કરી ને તેમને પણ માણસા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા ત્યારે પૂર્વ ધારાસભ્ય બાબુજી ઠાકોર ને પણ ધરપકડ કરવામાં આવી હતી ત્યારે માણસા તાલુકામાં થી તાલુકા પ્રમુખ ગીરવતસિંહ ચાવડા,ને પણ ડિટેઇન કરવામાં આવ્યા હતા.