ગુજરાતના શહેરી વિસ્તારમાં ૩૧ માર્ચના રોજ શહેરી વિસ્તારમાં પશુધન રાખવા માટે ફરજીયાત લાયસન્સ કરતા કાયદા સામે આકરા દંડની જાેગવાઇના વિરોધમાં આજરોજ માલધારીઓ મોટી સંખ્યામાં હાજર રહીને આ કાયદાના વિરોધમાં આવેદનપત્ર પાઠવીને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને ૩૧ જેટલા માલધારી યુવાનોએ પત્રમાં ઇચ્છા મૃત્યુની માંગણી સાથે પરવાનગી માંગતા ચર્ચાનો વિષય બન્યો છે.પશુધન કાયદાના વિરોધમાં અન્ય જિલ્લા, શહેરમાંથી પણ મોટી સંખ્યામાં માલધારીઓ આવ્યા હતા. જેમાં પત્રમાં પોતાની આજીવીકા છીનવાઇ ગઇ હોય જેથી માલધારી સમાજને વૈકલ્પીક વ્યવસ્થા કરી આપવામાં આવે, આત્મહત્યા કરવી એ ગુનો છે, અને પાપ છે પણ ઇચ્છા મૃત્યુ એ ગુનો નથી, ત્યારે પત્રમાં સૌ માલધારીએ ઇચ્છા મૃત્યુની માંગણી કરી સરકાર પાસે મૃત્યુની મંજુરી માંગતા ખળભળાટ થવા પામ્યો છે.