ગુજરાતમાં ચૂંટણીના બ્યુંગલો વાગી રહ્યા છે. ત્યારે વિધાનસભા ચાલું હોઇ અને વિરોધપક્ષ ભારે શાસકપક્ષ સામે પોતાના મંતવ્ય રજૂ કરીને બાથ ભીઢી રહ્યો છે. ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ પોતે ૧૫૦ સીટના ટાર્ગેટ સાથે ચાલી રહ્યા છે. ત્યારે પાટીદાર સમાજ બે ભાગમાં વહેચાયેલું છે, અને જેમ જેમ દિવસો નજીક આવી રહ્યા છે, તેમ તેમ ભાજપનો ગ્રાફ નીચો, જઇ રહ્યો છે. ત્યારે સૌથી વધારે વોટ બેક હોય તો તે OBC સમાજની છે.OBC સમાજમાંથી આજ દિન સુધી તમામ જ્ઞાતિને હોદ્દો પ્રતિનીધીત્વ મળ્યું છે. ત્યારે ફક્તને ફક્ત આટલા વર્ષોમાં ભાજપ ૨૩ વર્ષથી એકહથ્થું શાસન કરવા છતાં અને OBC ના દરજી સમાજ વર્ષોથી તેમની સાથે રહેતા દરજી સમાજની અરજી લેવામાં આવે છે, પણ મરજી ઉચ્ચ નેતાઓની ચાલે છે. ત્યારે હવે દરજી સમાજ એક થઇને આપેલી અરજીની હવે ચાલશે અમારી મરજીના મર્મ સાથે GJ-18 સ્ટાફ ટ્રેનીંગ કોલેજમાં એક સંમેલન યોજાયું હતું.
આ સંમેલનમાં ગુજરાતમાંથી તમામ જિલ્લામાંથી દરજી સમાજના અગ્રણીઓ, મહિલાઓ આવી હતી, ત્યારે તેમની એકજ માંગ હતી, કે ૧૮૨ સીટોમાંથી દરજી સમાજને પ્રતિનીધીત્વ આપવામાં આવે, ત્યારે ભાજપ ર્ંમ્ઝ્ર પ્રદેશ મહામંત્રી મયંકભાઇ નાયક,OBC ભાજપના ઉપાધ્યક્ષ નાઝાભાઇ ધાંધર, ઉપસ્થિત રહેનાર હતા, ત્યારે ગુ. પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી હેમંતભાઇ ટેલર, ગુ. પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા સંકલન સમીતીના ઉપાધ્યક્ષ ચંદ્રકાંન્તભાઇ હીંગુ, રાજકોટ શહેર ભાજપ ર્ંમ્ઝ્ર મહામંત્રી-ઉમેશ કુમાર જે.પી. એક્ઝીક્યુટીવ મેમ્બરESIC શંકરલાલ સોલંકી, શહેર ભાજપ કાલોલ ઉપપ્રમુખ ઘનશ્યામભાઇ દરજી, ભોજન પ્રસાદના દાતા નગરસેવક દરજી ભારતીબેન ગોવિંદભાઇ (ચેરમેન બાંધકામ સમિતિ માણસા,GJ-18 ના જનકભાઇ દરજી તથા સમસ્ત દરજી સમાજ દ્વારા સંમેલન સફળ રહ્યું હતું અને મોટી સંખ્યામાં દરજી સમાજના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં.