રાજય સરકાર દ્વારા ખેડૂતોની ખેતીની જમીનોનાં સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે છેલ્લા બે વર્ષમાં ૧.૦૬ લાખ ખેડૂતોની જમીનના ક્ષેત્રફળમાં વધારો-ઘટાડો ખેડૂતોની જમીનના ક્ષેત્રફળમાં વધારો-ઘટાડો થયો હોવાની ફરિયાદો ઉઠી છે. જાે શેઢા પાડોશી કોઇ ફરિયાદ કે વાંધો ઉઠાવે તો આવી અરજી દફતરે પહોંચે છે.આજે વિધાનસભા સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યએ મહેસુલ મંત્રીને જમીનોનાં રિસર્વે બાદ મૂળ જમીનોના ક્ષેત્રફળમાં વધ-ઘટ અંગે પ્રશ્ર્ન પુછયો હતો. જેમાં મહેસુલ મંત્રીએ જણાવ્યું હતું કે, રી-સર્વે બાદ મૂળ જમીનોના ક્ષેત્રફળમાં વધ-ઘટ થઇ હોય તે અંગેની બે વર્ષમાં ૧.૦૬ ૩૨૨ની ફરિયાદો મળી છે. જમીનનું ક્ષેત્રફળ ઘટી ગયું હોય અને ખેડૂત ખાતેદાર ફરિયાદ કરે પરંતુ આજુબાજુના ખેડૂતો જમીન-માપણી માટે સંમતિના આપે તો તેવા ખેડૂતોની અરજી દફતરે કરી દેવામાં આવે છે.
ખેડૂત ખાતેદાર રી-સર્વેમાં જમીનના ક્ષેત્રફળના વધ-ઘટ અંગે ફયિરાદો કરે તેવા કિસ્સામાં અરજદાર ખેડૂતો જૂની અદાવતો અને જૂના અંગત કારણોસર સમિતિ આપવામાં આવી નથી.તેવા સંજાેગોમાં આવી માપણી કરવાને બદલે સરકારે અરજી દફતરે કરી દે છે. રિ-સર્વે કરનાર એજન્સી દ્વારા કરવામાં આવેલી ક્ષતિઓના કારણે આવીસ ભૂલો સુધારવા માટે ખેડૂતો હેરાન-પરેશાન થઇ રહ્યાં છે.જમીનોના રિ-સર્વેની કામગીરીમાં સૌથી વધૂ ફરિયાદો કચ્છમાં ૩૩૦૬૨, મહેસાણામાં ૧૩,૩૧૧ ફરિયાદો નોંધાઇ છે. જયારે સૌથી ઓછી ડાંગ જિલ્લામાં માત્ર ૭ ફરિયાદો નોંધાઇ છે.આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં ૨૫૫૪, સુરેન્દ્રનગર જિલ્લામાં ૪૪૩૩, મોરબી જિલ્લામાં ૨૩,પોરબંરદ જિલ્લામાં૮૮૨, ભાવનગર જિલ્લામાં ૪૬૦ દ્વારકા જિલ્લામાં ૬૦૬, અમરેલી જિલ્લામાં ૯૨૫, ગીર સોમનાથ જિલ્લામાં૪૯૯, જૂનાગઢ જિલ્લામાં ૪૩૯૭ જેટલી ફરિયાદો નોંધાઇ હોવાનું મહેસુલ મંત્રીએ જણાવ્યું છે.