ખઈ કે પાન બનારસ વાલા કે વાલી, આજે દેશમાં પાન -મસાલા ની દુકાન ઉપર જુઓ તો યુવાનો રોજગારી થકી ગલ્લો ચલાવતા હોય છે. ત્યારે મહિલા અને દીકરીઓ પાન નો ધંધો કરતી હોય તેવી આ પ્રથમ તસવીર છે. મોંઘવારીએ ભલભલાને કામ ધંધે લગાડી દીધા છે. ત્યારે આજના જમાનામાં પાન મીઠું વિસરાઈ ગયું છે, અને ગુટકા, મસાલા ઓએ પગદંડો જમાવી દીધો છે. ત્યારે ભણવાની ઉંમરે આ દીકરીઓ મીઠા પાન વેચીને પેટિયું રળી રહી છે, ત્યારે રેખા અને કિંજલ જાેવા જઈએ તો આર.કે પાન મેલા જેવો ઘાટ છે. ત્યારે જાેડે માડી પોતે પાન માં નાખવાનો મીઠો મસાલો કાચો બનાવી રહી છે. શું કરીયે, પાપી પેટકા સવાલ હૈ, આ કારમી મોંઘવારીમાં પૂરું તો કરવું ને, પહેલા ઘરનુ મોભી કમાતુ અને બધા ખાતા હતા્, હવે એ જમાનો સોં ઘવારીનો રહ્યો નથી, આવ્યો જમાનો મોંઘવારીનો ? ત્યારે GJ-18, સે.-૨૪ ખાતે એક કાર્યક્રમમાં હોલની બહાર સ્ટોલ લગાવીને મીઠા પાન ફકત ૧૦ રૂપિયામાં વેચતી આ દીકરીઓ ને જાેઈને થાય છે કે દો રોટી કે લિયે ઇતની મહેનત , ભણવુ,રમવુ ,ફરવું આ બધું સપનું થઈ ગયું છે, શું ઠંડી ,ઞરમી, ચોમાસુ ? અમારે તો બારે મેઘ ખાંગા હોય તેમ મહેનત મહેનત કરવાની જ છે, ત્યારે પાનની ઉપર બચ્ચનનું ખઇ કે પાન બનારસ વાલા અને અહીં યા આર.કે પાન એટલે રેખા, કિંજલ ના પાને ધૂમ મચાવી હોય તેમ લોકો ૫ પાન પે ક કરાવતા હતા, આજે મીઠું પાન ૧૫ થી ૨૦ રૂપિયા લે છે ,ત્યારે અહીંયા ફક્ત ૧૦ રૂપિયામાં પાન વેચતી અને ઓછો નફો કરતી આ દીકરીઓ સાંજ સુધીમાં ગાંધીજીની ૫૦૦ની નોટ કમાઇ લેશે, પણ ભાઈ આખું ઘર આ ધંધામાં ઝંપલાવ્યું છે, ત્યારે પેટનો ખાડો પુરાય છે ,ત્યારે શહેરમાં કોઈ પ્રસંગોપાત હોય અથવા કાર્યક્રમ હોય એટલે સ્ટોલ લગાવીને પરિવાર બેસી જાય ,ત્યારે દીકરીને સલામ, પણ ગુટકા, મસાલા નથી વેચતી અને મીઠા પાન વેચીને રોજગારી મેળવતી રેખા, કિંજલની જાેડી એટલે આર.કે પાન મેલા નું નામ હવે હોઠ પર લોકોમાં આવી રહ્યું છે, ત્યારે હવે આવનારા દિવસોમાં GJ-18 આર. કે. પાન મેલા નામ રાખવાનું પણ પોતે દીકરી કરી રહી હતી.