ગુજરાતનુ ખૂબસૂરત ફરવા અને ખાનગીમાં જાે દારૂ પીવાથી લઈને મોજ મસ્તી કરવી હોય તો દિવ ગણાય, દીવ જાય એટલે લીવ માં આવી જાય ,
ત્યારે ગોવા ગુબારા ફુલાવવા માટે લોકો જાય છે.ત્યારે મલેશિયા, થાઈલેન્ડ ,પતાયા ,બેંકકોક શેના માટે જઈ રહ્યા છે ? તે પ્રશ્ન યથાર્થ છે. ત્યારે ગુજરાત સરકારની પરિચય પુસ્તિકામાં જે એમ.એલ.એ નો પરિચય આપવામાં આવ્યો છે.તેમાં ૧૦ થી વધારે એમ.એલ.એ.મલેશિયા, થાઈલેન્ડ, પતાયા ,બેંકકોક ગયેલા છે. ત્યારે જાેવા જઈએ તો દીવ, ગોવા કેમ લોકો જાય છે ,તેના અનેક વાતોના વડા હોય છે. પણ મલેશિયા થાઈલેન્ડ ,પતાયા, બેંગકોકની વાત જ નિરાળી હોય છે. ત્યારે જ એમ.એલ.એ આ ચાર જગ્યાએ ગયેલા છે.તેમાંથી કોઈ જ મહિલા એમ.એલ.એ ઞઇ નથી ,ત્યારે પુરુષ એમ. એલ. એ.કયા ધંધાર્થે ગયા હતા , તે હાલ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.
મલેશિયા, થાઈલેન્ડ, પતાયા ,બેંગકોક નો નજારો જાેવો હોય અને રાત નું બજાર જાેવું હોય તો Youtube માં જુઓ એટલે તમામ ડેટા મળી જાય, ત્યારે પરિચય પુસ્તિકામાં ઘણા ધારાસભ્યો ,યુ.એસ.,અમેરિકા, યુરોપ દુબઈ ,ઓમાન, જર્મની , સ્વિઝરલેન્ડ ચીન, ઇંગ્લેન્ડ, જેવા દેશોના પણ પ્રવાસ કરેલા છે. ત્યારે આઠથી દસ ધારાસભ્યો પરિચય પુસ્તિકામાં વિદેશગમન મા મલેશિયા થાઇલેંડ, પતાયા, બેંગકોક ઞયેલાંનુ પણ વિગત લખી છે. ત્યારે કેટલી વાર ગયા તે લખી નથી, પણ આ પુસ્તિકા વિશે ઘરના હોમ મિનિસ્ટરને ખબર પડે તો શું? કારણકે હવે Youtube ઉપર દરેક દેશની માહિતી મળી જતી હોય છે. ત્યારે હવે જે વિદેશગમન ગયા હોય તે આ ચાર દેશોના નામ પણ જાણીને પત્ની તાડૂકી જાય ,બાકી આ ચાર દેશમાં કોઇ એમ.એલ.એ મહિલા ફરવા ગયા નથી અને પુરુષો જ ફરવા ગયા છે, તો કારણ શું ? વિધાનસભામાં થી જે પરિચય પુસ્તિકા મળી હતી, તેમાં વિદેશ ગમન નુ જે ખાતુ આપ્યું હતું, તેમાં મોટાભાગના ધારાસભ્યો હોન્શે હોન્શે જે દેશમાં ગયા હતા, તે લખાવી દીધું છે ,પણ ફરવાલાયક જાેવા જઈએ તો ઘણા જ દેશો છે ,આ દેશો પર વધારે મહત્વ આપ્યું હોય તો કેટલી વાર આ દેશમાં જઈ આવ્યા ,તે ડેટા મેળવવો જાેઈએ ,બાકી આ દેશોમાં લોકો ફરવા કેમ જાય છે ? તેમાં અનેક તર્ક-વિતર્ક જાેવા મળી રહ્યા છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ થી લઈને ૮થી ૧૦ ધારાસભ્યોએ આ દેશનો પ્રવાસ કર્યો છે.ત્યારે આ ટૂરમાં કેટલી વખત ગયા તે ડેટા મળી જાય તો ?