મધ્ય પ્રદેશના રીવા વિસ્તારમાં આજે ગુરૂવારે સવારે એક ઉતારુ બસ સામેથી આવતી ટ્રક સાથે અથડાતાં પંદર ઉતારુનાં મોત નીપજ્યાં હતાં અને બીજા ઘણાને ઇજા થઇ હતી. આજે સવારે છ વાગ્યાની આસપાસ આ ગંભીર અકસ્માત થયો હતો હજુય કેટલાક ઉતારુ બસમાં ફસાયેલા છે એવી જાણકારી મળી હતી. ઊગરી ગયેલા ઉતારુઓએ કહ્યું હતું કે બસનો ડ્રાઇવર ભયાનક સ્પીડે બસ ભગાવી રહ્યો હતો, પરિણામે બસ પરનો કાબુ ગુમાવી બેઠો હતો અને સામેથી આવી રહેલી ટ્રક સાથે બસ અથડાઇ પડી હતી. દુર્ઘટનાની માહિતી મળતાં તરત પોલીસ ત્યાં દોડી ગઇ હતી અને રાહત ટુકડીની મદદથી ઇજાગ્રસ્તોને તેમજ બસમાં ફસાયેલા લોકોને મદદ કરી હતી. ઇજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલમાં ખસેડાયા હતા. કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે.
MPના રીવા વિસ્તારમાં બસ અને ટ્રક અથડાતાં 15નાં મરણ
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments