દેશમાં જે અરજદારને અન્યાય થયો હોય ત્યારે અનેક સંસ્થાઓ કાર્યરત રહેલી છે. ત્યારે ગુજરાતમાં માનવ અધિકાર આયોગ પણ છે.ત્યારે વિધાનસભા માં ૧૪ મો વાર્ષિક અહેવાલ વર્ષ ૨૦૧૯- ૨૦ નો જે મૂકવામાં આવ્યો હતો, તેમાં અમદાવાદ શહેરમાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ બદલ જવાબદાર પોલીસ કર્મી માં એક એ. એસ. આઈ. ને ૧૦૦ રૂપિયા દંડ ફટકારેલ છે.ત્યારે માનવજાત ની કિંમત આટલી ?
પ્રાપ્ત વિગત અનુસાર માનવ અધિકાર આયોગ દ્વારા જે વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો ,તેમાં પાના નંબર ૧૩ ઉપર કસ્ટોડિયન ડેથ ૩૨/૩૮ જેમાં અમદાવાદ શહેર ડીસીપી ઝોન- ૨ નો ૭-૭-૨૦૧૮ ના ૨ મેસેજમાં શાહપુર પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં આરોપી બદરીલાલ પુરાલાલ લાવશિનું તારીખ ૭૭૧૮ ના રોજ અમદાવાદ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ ખાતે મૃત્યુ થયેલ. જે અન્વયે પોલીસ કમિશનર અમદાવાદ શહેરનો તારીખ ૧૮-૮ ૨૦૧૮નો અહેવાલ રાજ્ય આ યોગને મળેલ ને જેમાં તારીખ ૬/૭/૨૦૧૮ ના ૪ ઃ૪૫ કલાકે શાહપુર ટુ ગાડી એટલે કે મિરઝાપુર ટેલિફોન એક્સચેન્જ નડિયાવાડ પાસેથી એક ચોર પકડેલ છે, અને ૧૫૧ કલમ લગાવી ને પી. એસ ઓ. ને સોપેલ ,જેમાં એક વાગ્યે આરોપીની તબિયત બગડતા વી.એસ.હોસ્પિટલ લઇ ગયેલ અને તારીખ ૭/૭/૧૮ ના રોજ સારવાર દરમિયાન સવારે મૃત્યુ પામેલ, જે તપાસ અહેવાલ જિલ્લા મેજીસ્ટ્રેટ પાસેથી જુડીશીયલ ઇન્કવાયરી રિપોર્ટ મંગાવ્યો હતો.
૧/૮/૨૦૧૯ ના રિપોર્ટમાં આરોપી નું મૃત્યુ માથામાં થયેલ ઈજાના કારણે આઘાત લાગવાથી કુદરતી રીતે બીમારીના કારણે થયેલાનું જણાવેલ તેમજ પોલીસ દ્વારા કોઈ મારા મારેલો હોવાનું ફલિત થતું નથી તેમ જણાવેલ. ત્યારે સદરહુ કસ્ટોડિયલ ડેથ અને સ્થાનિક પોલીસની બેદરકારી અને નિષ્કાળજી બાબતમાં અલાયદી તપાસ કરવામાં આવેલ ,તેઓના અહેવાલ મુજબ જવાબદારો સામે ખાતાકીય રાહે પગલાં લેવામાં આવેલા અને આયોગ દ્વારા અમદાવાદ સી. પી. ને પત્ર પાઠવીને આખરી અહેવાલ મોકલવા જણાવેલ જે અન્વયે એ. એસ. આઈ.ને તેની કસુર બદલ ૧૦૦/- દંડની શિક્ષા કરેલ તેમજ પી. એસ. ઓ. ને ૫૦૦૦,ઇન્વે.હે.કો.ને ૫૦૦૦ દંડ બેદરકારી /નિષ્કાળજી અંગે કરેલ હોવાનું વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે.