ગુજરાતનું કહેવાતું પાટનગર નો વિકાસ દિવસે થતો નથી તેટલો રાત્રે થાય છે. ત્યારે વિકાસની વાતોના વડા થાય અને વિકાસ પણ થાય, પણ લાભ કોને? ટેક્સ નગરજનો ભરે, ફૂટપાથ નગરજનોના ચાલવા માટે, ત્યારે વેપારીઓ ટેક્સ ભરવાવાળા નગરજનોને ફૂટપાથ થી રોડ ઉપર ચાલવાનું કહેનારા કોણ ?મનપાનું દબાણ ખાતું પણ આ ધંધાર્થીઓ સામે પોપટ બની ગયું છે ,ત્યારે દબાણ ખાતાએ દબાણ હટાવવા ની જરૂર છે, નગરજનોની રોજ આ પ્રશ્ને રાડ પડી રહી છે ,પણ તંત્રને હટાવવાની ભાળ મળતી ન હોય તેમ ક્યાં દબાણ છે? તેવો પ્રશ્ન પૂછી રહી છે .
GJ-18 મનપા દ્વારા જે ફૂટપાથો બનાવવામાં આવી છે ,તે ફૂટપાથો ખરેખર મોટા રોડ, રસ્તા હોવાથી નગરજનોને ચાલવા અને રાહદારીઓ માટે બનાવી છે. ત્યારે અહીંયા થી ફૂટપાથો ઉપર વેપારીઓએ કબજાે જમાવી દીધો છે. કોઇ કહેનાર ન હોય તેમ બેરોકટોક ફૂટપાથ જવા આવવાનો રસ્તો બંધ કરી દીધો હોય તેઓ ઘાટ સર્જાયો છે. ત્યારે કરોડો રૂપિયા ટેક્સ ભરતા નગરજનોને હાંકી કાઢનારા વેપારીઓ કોણ ? દરેક ફૂટપાથો ઉપર વેપારીઓએ જે કબજાે જમાવ્યો છે, તે મનપા દ્વારા દબાણ હટાવવાની તાતી જરૂર છે. GJ-18 ખાતે મેયર ,ડે.મેયર ચેરમેન આરૂઢ થયા બાદ વાઈબ્રન્ટ વખતે દબાણ હટાવ્યા હતા, પણ જેમ હતું તેમ થઈ ગયું છે, ત્યારે ફૂટપાથો ના ના મુખ્ય માર્ગો ઉપર ફોરલેન રોડ છે, તેમાં ૧ લેન તો ટેકટર મૂકીને ધંધો કરતા વેપારીઓ એ હવે રોડ ઉપર કબજાે જમાવી દીધો છે, તેમાં ચ- માર્ગ ઉપર તો કલેકટરશ્રી દ્વારા કોઈ પણ વાહનો, લારી ગલ્લા ,રોડ -રસ્તા ની આજુબાજુ માં મુકવા નહીં ,તેવો પ્રતિબંધ હોવા છતાં જંગલખાતાની જગ્યામાં તાર ફેન્સીંગ તોડીને ધંધામાં જમાવટ કરી છે. સરગાસણ થી મહાત્મા મંદિર રોડ ઘ -માર્ગ ઉપર ઇન્ફોસીટી થી રિલાયન્સ ચોકડી એ તમામ માર્ગો પર ફુટપાથ નગરજનો માટે નો પથ છે, તે પથ ઉપર હવે રથ લાગવા માંડ્યા છે ,ઓછું હોય તેમ હવે ફોરલેન રોડ ઉપર એક લેનમાં ધંધાર્થીઓએ કબજાે જમાવી દીધો છે. ત્યારે મનપાની દબાણ શાખા, ટ્રાફિક શાખા પણ નખ વગરનો વાઘ બની ગઈ છે. ફોરલેન રોડ ઉપર ધંધો કરતા આ ધંધાર્થીઓ સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી ?તે પ્રજામાં પ્રશ્ન પૂછાઇ રહ્યો છે.