GJ-18 ખાતેના સચિવાલયના મુખ્ય માર્ગ ઉપર બેરીકેટ લગાડેલા છે.તેમાં લખ્યું છે કે ફોલોવ ટ્રાફિક રૂલ્સ- ત્યારે પબ્લિકે ,ટ્રાફિક રૂલ્સ ફોલો કર્યા છે, ખરા ? માનવ ટ્રાફિક રૂલ્સ ફોલોવ નહીં કરે તો વાનર ક્યાંથી કરશે ? ત્યારે આ ચિત્રમાં જેટલા કાયદા, નિયમો, ટેક્સ, મોંઘવારી, બધું જ માનવને જ નડે છે, બાકી વાનરને મજા છે. બધાનું એક જ નામ વાનર, ત્યારે ટ્રાફિક રૂલ્સ ,રોજ રોજ નીત નવા આવતા જાય છે્, જાેવા જઈએ તો કોઈ વ્યક્તિ એવું નહીં હોય રાજ્યમાં જેને તમામ રૂલ્સ ફોલોવ કર્યા હોય ,અને હોય તો ગોતી લાવો, બાકી ટ્રાફિકના નિયમો ફોલોવ કરવા જે સૂચના આપી છે, તેમાં તંત્ર, પોલીસ ખાતું, આ રૂલ્સ ફોલોવ કરે છે ,ખરા ? બસ ,પ્રજા, પબ્લિક માટે એટલે માનવજાત માટે નિયમો, ત્યારે આવા લાખો ,કરોડો રૂપિયા ખર્ચીને બનાવેલા બેરીકેટ ફક્તને ફક્ત વાંચવા માટે ના છે. બાકી રૂલ્સ લોકો તમામ માનતા હોય તો કરોડોની આવક જે નિયમો તોડ્યા તેની થઈ હોત ખરી?