રામે દીઠોરે મીઠો રોટલો, કોઇને ખવરાવીને ખાય, કુદરતે જે આપ્યું છે, તે વાપરીને પૂષ્ણય કમાય, એજ સાચો જીવડો, ત્યારે આજે પણ એન્ગ્રીમેન એવા ઘનશ્યામભાઇ કહો કે ધનો, ભાઇથી હવે ભામાશા તરીકે પ્રચલિત બન્યા છે. ત્યારે તસ્વીરમાં જે લાઇનો દેખાઇ રહી છે. તે કોઇ રેશનીંગ, ગેસના બાટલા, કે કેરોસીનનો કાળો કકળાટ નથી, ભૂખ્યાને ભોજન, આપનારી શાપોના ગ્રુપના ભામાશા દ્વારા રોજબરોજ અહીંયા ઝવેરચંદ મેઘાણીના બાવલા પાસે પીરસવામાં આવે છે. ભારતના વડાપ્રધાનથી લઇને દેશના રાષ્ટ્રપતિ પોતે પોતાના વક્તવ્યમાં કૂપોષણ દર્દીઓનો ઉલ્લેખ કરીને પોષણયુક્ત આહાર આપવાનું કહી રહ્યા છે. ત્યારે શ્રમજીવી અને મીડલ ક્લાસ ધરાવતો આ અસારવા મેઘાણીનગર વિસ્તારમાં ઘનશ્યામ પટેલના નામે જાણીતા એવા શાપોના ગ્રુપ દ્વારા રોજબરોજ તાજુ, પોષણયુક્ત આહાર પીરસાય છે. આજે આ વિસ્તારમાંથી અનેક નામાંકિત વ્યક્તિઓ આજે સાટો હોદ્દો ઉપર છે. જેમાં ઘણાજ એવા નામાંકિત વ્યક્તિઓ અસારવા, મેઘાણીનગર છોડીને અન્ય નવા વિસ્તારોમાં રહેવા ગઇ છે, તેમાં નામાંકિતમાં પ્રદીપસિંહ જાડેજા (ગૃહમંત્રી) ચેનશાહ (એડવોકેટ) ઘનશ્યામ પટેલ-ભામાશા, પૂર્વ સ્વ. વિઠ્ઠલભાઇ પટેલ, સ્વ. મંગળ દાસ પટેલ, મહેશભાઇ આહીર, પ્રદીપ પરમાર (મંત્રી) ધારાસભ્ય, અમરીશ પટેલ (ધારાસભ્ય પૂર્વ) આર.એમ.પટેલ (ધારાસભ્ય પૂર્વ)થી લઇને અનેક લોકોએ આ વિસ્તારનું નામ રોશન કર્યું છે. પણ, હા, અનેક લોકો વિસ્તાર છોડીને અન્ય વિસ્તારોમાં રહેવા ગયા, પણ એવા ત્રણ વ્યક્તિઓ આજે પણ મેઘાણીનગરમાંજ રહે છે. તેમાં ઘનશ્યામ પટેલ (ભામાશા) મહેશભાઇ આહીર (મહેશકાકા) પ્રદીપ પરમાર (મંત્રી) આર.એમ. પટેલ (પૂર્વ ધારાસભ્ય) ત્યારે અસારવા એ મેઘાણીનગરનું પાણી જેણે પીધું હોય એ ક્યાંય પાછું ન પડે, ત્યારે ભામાશા દ્વારા કોરોનાની મહામારીમાં કરીયાણું, શાકભાજી, અનાજની કિટ આપીને કોઇ અસારવા વિસ્તારમાં ભૂખે ન સુવે તેની કાળજી લેનારા આ ભામાશા છે.
ઝવેરચંદ મેઘાણીના બાવલા પાસે રોજ સાંજે જાવ એટલે અનેક ગરીબોની જઠરાત્ર્નિ કારતા ભામઆશા નજરે પડે, અને આ ભોજન પોતે ભામાશા પણ જમે, દેશમાં આજે હરણફાળ લાગી છે, કે સૌથી વધારે રીચ અને પૈસાપાત્ર બનવાની, ત્યારે મુકેશ મેવાણી, ગૌતમ અદાણી, ટાટા બીરલા, અનીલ અંબાણી, અઝીઝ પ્રેમજી થી લઇને અનેક ઉદ્યોગપતિઓ ફોર્બ્સ મેગેઝીનમાં પોતાનું નામ પૈસા પાત્રમાં આવે તે માટે દોડી રહ્યા છે. પણ ભાઇ સીકંદરે રાજપોરના રાજ્યો,જીતી લીધા હતા, પણ મુઠ્ઠી ચાલી હતી, ત્યારે પૈસાપાત્ર બનવાની હોડમાં દોડ મૂકનારા એ જણવું જાેઇએ કે, કુદરતના ચોપડે પૂણ્યની નોંધ જ અગત્યની હોય છે, કેટલું જીવ્યા, કેટલું કમાયા, કેટલી ગાડી, બંગલા છે, તે ઉપરવાળાને ત્યાં નથી જાેવાતું, પૂણ્ય એક જ જાેવાય છે. આ વાત ગીતામાં પણ લખી છે, વાંચે કોણ? બાકી ટાટા, બીરલા, અંબાણી, અદાણી કોઇ કશંુ લઇને ગયુ નથી, અને જવાનું નથી આજે દેશમાં કૂપોષીતો ની સંખ્યા તોતીંગ વધી રહી છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેનદ્ર મોદી પણ ચીંતીત છે. અને અસારવાથી આ ભામાશાએ રોજબરોજ પેટ ભરીને જમાડતા, અને જઠરાગ્નિ ઠારતા આ ભામાશાને સત્ સત્ વંદન છે. ત્યારે આ ભામાશાએ કોરોનાની મહામારીમાં પોતાના દ્વારે આવેલો કોઇ પાછો ન ઝાય, અને જે પૈસા, અનાજ હતું તે તમામ ભંડારોના કોઠાર ખોલી નાંખ્યા હતા. આજે દેશમાં અનેક લોકો અબજાેપતિઓ છે, પણ પૈસા વાપરવાની જીગર પણ જાેઇએ ભાઇ, બાકી માણસને જાેઇએ શું? બે ટાઇમ ભોજન, આજે અબજાેપતિઓ અનેક પ્રકારની બિમારીમાં પીડાઇ રહ્યા છે, દવાખાનામાં કરોડો ખર્ચ કરશે પણ ગરીબો માટે રાતી પાઇ નહીં વાપરનારા માટે સુવર્ણ સમય છે. બાપરો, દેશમાં કૂપોષીત થઇ લઇને કરોડો લોકો ભૂખે સુઇ રહ્યા છે, આજે કારમી મોંઘવારીમાં ભોજનની થાળી પણ ૨૦ રૂપિયાથી લઇને હવે ૮૦ રૂપિયા થઇ ગઇ છે. ત્યારે જઠરાગ્નિ ઠારતાં ભામાશાએ તો અ ભામાશાએ તો અસારવા જાણે દત્તક લઇ લીધું હોય તેમ અસારવા, મેઘાણીનગર વિસ્તારમાં કોઇ ભૂખ્યો નહીં સુવે, અને જમવામાં રોજબરોજ અવનવી વેરાયટી અને ભામાશા પોતે ગરીબો સાથે જમે, ત્યારે કોરોનાની મહામારીમાં અનેક વિસ્તારો કોરોનાથી પ્રભાવિત હતા, ત્યારે ગીચ, અને વધારે સંખ્યાબળ ધરાવવા છતાં કોરોનાના કેસો ભાગ્યે જ જાેવા મળ્યા હતાં.
હરહંમેશા આપવાનું હોય તો પ્રથમ આંગળી ભામાશાની ઉંચી, ત્યારે ભામાશાએ ફક્ત ભોજન નહીં, અનેક લોકના પરીવારોનાં લગ્ન કરાવ્યાથી લઇને પોતે પાલક પિતા હોય તેવી જવાબદારી નિભાવી છે, જવાબદારી કોઇની પણ લેવાની હોય, અથવા વાદ-વિવાદ, દિકરા-દિકરીનો ચાલતો હોય તો ઘર બંધાતું હોય તો પહેલાં તૈયાર, આજે ગરીબોથી લઇને અનેક લોકમાં ટેમ્પો જમાવનારા ભામાશા આજે નાનીં ઉંમરે નામાંકિત થયા છે. તેમનું નામ આદરથી બોલવામાં આવે છે. ત્યારે એકવાર આવો ભામાશાની મુલાકાતે અને એકવાર ભોજન કરો, અને પીવો અસારવાનું પાણી પછી જુઓ ૪૪૦ વોલ્ટનો પાવર કેવો આવે છે. ત્યારે તેમની સાથે અનેક સેવાભાવી લોકો જાેડાયા છે. ત્યારે તેમની સાથે રહેતા સુરેશભાઇ અને ઘણાજ મિત્રો સાંજે સમય કાઢીને ભોજન આપતાં નજરે પડે છે. ત્યારે આપેલું, દીધેલું, વાપરેલું, ક્યાંય વ્યર્થ જતું નથી, કોઇના કોઇ સ્વરૂપે ચક્રવૃધ્ધી વ્યાજ સાથે પરત મળતું હોય છે. ત્યારે ભામાશાને સત્ સત્ વંદન, ત્યારે દેશમાં સો વ્યક્તિમાંથી બે વ્યક્તિને અઠવાડીએ એક દિવસ ભોજન કરાવે તો કોઇ ભૂખે સુવે ખરું? ત્યારે ભામાશાએ તો પોતાના કોઠાર ખાલી રહ્યા છે. પણ હા, સેવા કરવાવાળો આપનારા પણ પુષ્કળ છે, પણ ભામાશા કોઇનું દાન લેતા નથી, ત્યારે આવનારાનું, વહેંચનારાનું, દેનારાનું ક્યારેય ખૂંટતું નથી, આજે જય જલારામ એવા વિરપુર ખાતે ૧૦૦ વર્ષનું બુકીંગ છે. વિનામૂલ્યે અને સેવા કરનારાને ત્યાં ક્યારેય ધાન ખુંટતું નથી, બાકી વેપલો કરવાવાળાને ત્યાં આજે પણ માંગતા જ ફટે છે. ત્યારે અસારવાના આ ભામાશાને ફરી સત્ સત્ વંદન, અને અનેક લોકોની જઠરાગ્નિ ઠારવનારા તથા કૂપોષીતોને જમાડીે જેમને પોષીત બનાવનારા આ એન્ગ્રીયંગમેન એવા ભામાશાને જાેઇને બીજાને પ્રેરણા મળે એવી દિલથી લાગણી….