ગુજરાતમાં જેમ જેમ ચૂંટણીઓ આવી રહી છે ,તેમ તેમ GJ-18 ખાતે માગણીઓની રેલીઓ રોજબરોજ આવી રહી છે. ચૂંટણી જાહેર ગમે ત્યારે થાય પણ જે સમય બચ્યો છે ,એટલે સરકારનું નાક દબાવવા અનેક ગુજરાતમાંથી આવતા કર્મચારીઓ પોતાની બુલંદ માંગને લઈને આવી રહ્યા છે ,ત્યારે તારીખ ૪ /૪ /૨૨( સોમવાર ) ના રોજ અનેક લોકોના ખિસ્સા કપાયા હોવાની ઘટના સામે આવી છે. તેમાંથી ૧૩ જેટલા મોબાઈલો અને ૧૮ જેટલા પાકીટો મરાયાની ઘટના પણ લોકો પાસેથી સાંભળવા મળી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઘ-૨ ચોકડી પાસે આવેલા સત્યાગ્રહ છાવણી ખાતે સોમવારના રોજ આરોગ્ય ખાતાના કર્મચારીઓની રેલી આવી હતી ,ત્યારે બીજી બાજુ ગૌરક્ષક એવા ગુજરાત માલધારી મહાપંચાયત આંદોલનના ભાગરૂપે માલધારીઓ એકઠા થયા હતા. ત્યારે આરોગ્ય કર્મચારીઓ ગુજરાતના તમામ જગ્યાએથી અરજદારો પોતાની માંગ લઇને આવ્યા હતા. ત્યારે સૌથી વધારે મોટી સંખ્યામાં અરજદાર આવતા પોલીસ પણ ઓછી પડી હતી અને ધરપકડ કરવા વાહનો પણ ઓછા પડ્યા હતા. ત્યારે ધરપકડ વહોરવાની થઈ એટલે પોલીસ દ્વારા પકડી પકડીને લઈ જવામાં આવતા હતા. અને ઘણા જ ધરપકડથી બચવા આમ-તેમ ભાગતાં હતા, ત્યારે પાકીટ મારો ને મોકળું મેદાન મળી ગયું હોય તેમ પાકીટ મારો સક્રિય થઇ ગયા હતા. જેમા ૧૩ મોબાઈલ અને ૧૮ જેટલા પાકીટો મરાઇ ગયા હોવાની બૂમ સંભળાતી હતી ,બે જેટલી વ્યક્તિને તો પાકીટ અને મોબાઈલ જતા રહેતા ભાડાના પૈસા પણ ન રહેતા આખરે એકબીજાને મદદરૂપ કર્મચારીએ ભાડાના પૈસા આપ્યા હતા. ત્યારે પોતાના પ્રાણ પ્રશ્નોને લઈને આવેલા, સરકાર સામે રણશિંગું ફૂંકતા ,પાકીટ મારો એ અનેક ના ખિસ્સા ખાલી કર્યા હતા.