અમદાવાદ
AMC 1 ના પૂર્વઝોનમાં એસ્ટેટ અને નગર વિકાસ દ્વારા વિરાટનગર વોર્ડમાં એસ.પી.ઓફિસ થી ફુવારા સર્કલ સુધીના રોડ પરથી ૨૫-નંગ જાહેરાતના નાના મોટા બોર્ડ તથા ૩૭-મૂંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરવામાં આવ્યા હતા.ગોમતીપુર વોર્ડમાં કલંદરી મસ્જીદ થી પટેલ મીલ થઇ રાયપુર મીલ ચાર રસ્તા સુધીના રોડ પરથી ૦૫-નંગ શેડ, ૦૧-નંગ સાદી લારી, ૦૩ નંગ લોખંડની પેટી, ૦૩-તંગ ટેબલ, ૨૫-નંગ લાકડાના પાટીયા, ૦૯-નંગ જાહેરાતના નાના મોટા બોર્ડ તથા ૨૧ નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરેલ છે. પૂર્વ ઝોનના જુદા જુદા વોર્ડના ટી.પી.રસ્તા પરથી ૧૪૧-નંગ ધા-પતાકા તથા ૧૧૫ નંગ જાહેરાતના નાના મોટા બોર્ડ દૂર કરાયા. ભાઇપુરા વોર્ડમાં રોડ આવતા દબાણો ૧૨ નંગ કાચા શેડ, ૦૫-નંગ પતરાના શેડ, ૩૪-નંગ ઓટલા તથા ૧૮.૦૦ મી. ક્રોસવોલ ખોખરા પોલીસ સ્ટેશનનો પોલીસ બંદોબસ્ત મેળવી, એસ્ટેટ અને નગર વિકાસ ખાતાનો સ્ટાફ, દબાણ વાન, દબાણ મજૂર તથા જે.સી.બી. મશીન દ્વારા દૂર કરાયા હતા. આમ, પૂર્વ ઝોનના જુદા જુદા વોર્ડના ટી.પી.રસ્તા પરથી ૦૫-નંગ શેડ, ૦૧ નંગ લારી, ૦૩-નંગ લોખંડની પેટી, કેરેટ, ૦૩-નંગ ટેબલ, ૨૫-નંગ લાકડાના પાટીયા, ૧૪૧-નંગ ધજા-પતાકા, ૧૪૯-નંગ જાહેરાતના નાના મોટા બોર્ડ તથા ૫૮-નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરાયા તથા ભાઇપુરા વોર્ડમાં રોડ આવતા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
આગામી દિવસોમાં પણ ટી.પી. રસ્તા પરના દબાણ / મ્યુનિ રીઝર્વ પ્લોટમાં થયેલ દબાણ / બિન-પરવાનગીના બાંધકામો તેમજ બોર્ડ બેનરો દુર કરવાની કાર્યવાહી જારી રાખવામાં આવશે.