GJ-18 ખાતે પ્રજાના એ નગરસેવકની ફરીયાદના પગલે મેયર, ડે.મેયર, ચેરમેન દ્વારા બોરીજ ગામની મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે સવારથી જ HM,PG,JPનીકળી જાય છે, અને ટીફીન પણ ઓફીસમાં જ જમતા હોય છે, ત્યારે મેયર તો ઘણીવાર ભૂખ લાગી હોય તો મમરાના પડીકા થી પણ ચલાવી લે છે. ત્યારે બોરીજ ખાતે એક કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ચાની કિટલીએ ચાની ચુસ્કી મારતા નજરે પડ્યા હતાં.
સવારે વહેલાં નીકળી ગયા હોય તો ઘણીવાર ઘરના હોમ મીનીસ્ટરના હાથની ચા પીવા ન મળી હોય તો હોટલ કે કિટલી વાંઝણી થોડી છે, ત્યાં પી લઇશું, સૌથી વધારે હમણાં કાર્યક્રમો ઉપર કાર્યક્રમો થાય એટલે મેયરને જ બજાવવાની ડ્યુટી આવે છે, સવારે ઘણીવાર ૬ વાગે ઉઠીને પણ જવું પડે, ત્યારે હવે બહારની ચાની ચુસ્કી, નાસ્તાના પડીકા તોડી તોડીને પેટ પણ વધવા માંડ્યું છે, ત્યારે હવે કંટ્રોલમાં ખાવ, બાકી બાપુઓનો હમણાં ડ્રેસ કોડ નહીં પણ પગરખા બદ્દાની ડિઝાઇન એક આવી છે, ત્યારે આ સર્ચ કરવું પડશે કે બાપુઓએ આ બૂટ પહેવા કે શું? તસ્વીરમાં ડે. મેયર પ્રેમલસિંહ ગોલ, તથા નગરસેવક જશપાલસિંહ બિહોલા એકજ જાેડા પહેર્યા છે, તો બાપુનો નવો કોડ નીકળ્યો છે, કે શું? હવે બાપુઓને ચકાસવા પડશે, કે આવા જાેડા બીજા પણ નગરસેવક પહેરે છે, કે કેમ?