શું છે કોરોનાના નવા XE વેરિયન્ટના લક્ષણો
* હળવો તાવ
* માથાના દુખાવો
* શરદી, ખાંસી
* શ્વાસ લેવામાં તકલીફ
* ક્યારેક છાતીમાં બળતરા
મુંબઈ
ભારતમાં કોરોનાની ચોથી લહેરની શક્યતાની વચ્ચે કોરોનાના નવા વેરિયન્ટ XEની એન્ટ્રી થઈ છે.મુંબઈમાં આ વેરિયન્ટનો પહેલો કેસ મળ્યો છે સાથે કપ્પા વેરિયન્ટનો પણ એક કેસ મળ્યો છે. બીએમસી દ્વારા આ માહિતી જાહેર કરવામાં આવી હતી.
XE પ્રભાવિત દર્દીમાં કોરોનાના હળવા લક્ષણો
બીએમસીએ જણાવ્યું કે જે દર્દીમાં કોરોનાના નવા વેરિયન્ટ XE જોવા મળ્યો છે તેના અત્યાર સુધી હળવા લક્ષણો છે. દર્દી પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
બીએમસીએ કુલ 376 સેમ્પલનું ટેસ્ટિંગ કર્યું હતું, જેમાંથી 230 મુંબઈના નાગરિકો હતો, 230માંથી 228 સેમ્પલો ઓમિક્રોનના નીકળ્યાં હતા જ્યારે એક કપ્પા અને એક એક્સઈનો હતો.
કપ્પા વેરિયન્ટનો પણ ભારતમાં પહેલો કેસ મળ્યો છે અને તે પણ મુંબઈમાં છે. કોરોના બે વેરિયન્ટના પહેલી વાર કેસ નોંધાતા ચિંતા વધી છે. એવે સમયે કે જ્યારે ભારતમાં કોરોનાની ચોથી લહેરને લઈને આશંકા છે.
કોરોનાના બે નવા વેરિયન્ટની દસ્તક સાથે જ ભારતમાં ચોથી લહેરનો ખતરો વધ્યો છે. નિષ્ણાંતોએ અને ડોક્ટરોએ લોકોને સાવધ રહેવાનું એલર્ટ આપ્યું છે.
પહેલી વાર બ્રિટનમાં જોવા મળ્યો XE વેરિયન્ટ
યુકેમાં 19 જાન્યુઆરીએ પ્રથમ વખત એક્સઈ સ્ટ્રેન મળી આવ્યો હતો અને ત્યારબાદ 600 થી વધુ એક્સઈ કેસોની પુષ્ટિ થઈ છે. યુકેની હેલ્થ પ્રોટેક્શન એજન્સી (એચએસએ) ના મુખ્ય તબીબી સલાહકાર સુઝાન હોપકિન્સ કહે છે કે તેમની સામે કોવિડ -19 રસીની તેની ચેપ, તીવ્રતા અથવા અસરકારકતા વિશે નિષ્કર્ષ કાઢવા માટે હજી સુધી પૂરતા પુરાવા નથી.